DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Fond To Collect Fountain Pen, Businessman Harsh Me
ફાઉન્ટેન પેને બિઝનેસમેન હર્ષ મહેતાને ડાહ્યા બનાવ્યા
Mirani Patel, Surat
| Jun 17, 2012, 03:12AM IST

દીકરો ફાઉન્ટેન પેન માગે તો પણ તેઓ તેની પાસેથી એને સાચવવાનું પ્રોમિસ લે છે
કેમિકલનો બિઝનેસ કરતા હર્ષ મહેતાએ ખરાબ અક્ષરોને સુધારવાની કોશિશ માટે ફાઉન્ટેન પેનનો ઉપયોગ શરૂ કર્યો હતો, ફાઉન્ટેન પેનથી તેમના રાઇટિંગમાં નોંધપાત્ર સુધારો તો આવ્યો પણ એ પછી તેમને ફાઉન્ટેન પેનના ક્લેક્શનમાં વિશેષ રસ પડવા લાગ્યો...
કહેવાય છે કે અક્ષરો તમારી પર્સનાલિટી નક્કી કરી આપે છે, પણ કેમિકલનો બિઝનેસ કરતા હર્ષ મહેતાની પર્સનાલિટી તેમના ખરાબ અક્ષરોએ સુધારી આપી છે. ખરાબ અક્ષરોને સુધારવાની કોશિશ કરતા હર્ષ મહેતાને ફાઉન્ટન પેનનું કલેક્શન કરવાનો શોખ કેળવાયો અને આજે તેમની પાસે મોન્ટબ્લેન્ક, શેફર્ડ જેવી મોટી બ્રાન્ડસની ૨૦૦૦થી પણ વધારે ફાઉન્ટન પેન છે.
હર્ષ મહેતા કહે છે કે 'હું જ્યારે ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારા રાઇટિંગ ખૂબ જ ખરાબ હતા, પણ મારે સુધારવા હતા. હું માનતો હતો કે રાઇટિંગ સ્ટાઇલથી નહિ પરંતુ ટેક્નિકથી સુધારી શકાય છે. તેથી મેં અક્ષરો સુધારવા ફાઉન્ટેન પેનનો ઉપયોગ કર્યો અને મારા રાઇટિંગ સુધરી ગયા. તે સમયે ફાઉન્ટેન પેન મોંઘી આવતી હતી એટલે મમ્મીએ કહેલું, 'જો તું ડાહ્યો થઈને રહેશે તો તને ફાઉન્ટેન પેન અપાવીશ..’ એ પછી મને ડાહ્યા રહેવાની આદત થઈ ગઈ અને મને ફાઉન્ટેન પેન મળતી ગઈ. એ પછી તો મેં એનું કલેકશન પણ કરવા માંડયું.
આજે હર્ષ મહેતા પોતાની આ બધી જ ફાઉન્ટેન પેનને જીવ કરતાં પણ વધારે સાચવે છે. એ કહે છે કે 'મારો દીકરો પણ મારી પાસે આ પેન માંગે તો હું તેની પાસે પહેલાં એને સાચવવાનું પ્રોમિસ લઉં છું. એને હંમેશા ક્લિન કરીને મૂકું છું. મોન્ટબ્લેન્ક અને શેફર્ડની ટિટેનિયમનું કલેકશન હર્ષની પાસે છે.






