શહેરની એક મહિલાનો ગર્ભ તેમનાં ગર્ભાશયમાં નહીં પણ પેટમાં ઉછરી રહ્યો હતો. આથી તબીબોએ તેમનું ઓપરેશન કરી ગર્ભને બહાર કાઢ્યો હતો.
પુણાગામ ખાતે રહેતાં સરોજબેન યાદવને અઢી માસનો ગર્ભ હતો. તેઓ શારદા હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ પટેલને મળ્યા હતા. જ્યાં ખબર પડી હતી કે સરોજબેનનો ગર્ભ ગભૉશયમાં નથી પણ પેટની કોથળીમાં ઉછરી રહ્યો છે. આથી તબીબોએ સંબંધીઓને એબ્ડોમિનલ પ્રેગ્નન્સી બાબતે જાણ કરી પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો હતો.