યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રરી વિભાગમાં ઇવનિંગ કોર્સ ચાલે છે તેમાં લેકચરર તરીકે ફરજ બજાવનારા યોગેશ પ્રભાકરભાઈ વળવી (૨૮), (રહે: લેકચરર ક્વાર્ટર્સ, યુનિવર્સિટી કેમ્પસ)ને ઉમરા પોલીસે મંગળવારે રાત્રે દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. જેને આખી રાત ઉમરા પોલીસના લોકપમાં વિતાવવી પડી હતી.
બુધવારે બપોરે તેને કોર્ટમાં રજુ કરતાં તે જામીનમુક્ત થયા હતા. નશો કરવાની આદત ધરાવતા યોગેશ વળવીને ભૂતકાળમાં અનેક વખત સંબંધિત સત્તાધીશોએ નશો ન કરવા માટે સમજાવ્યા હતા અને ત્રણેક વખત તો જવા પણ દીધા હતા. એ રીતે ત્રણ વખત માફ કર્યા પછી પણ યોગેશ વળવીએ પોતાની કુટેવ સુધારી નહીં એટલે આખરે પોલીસનું શરણું લેવાયું હતું.