- જિલ્લાના નાગરિકો વિશાળ સંખ્યામાં મોદી સાથે ઉપવાસમાં
- સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
- મોદીને મળવા માટે કાર્યકર્તાઓથી લઇને સામાન્ય નાગરિકોનો ધસારો
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન અનશનના ૩૦મા ચરણમાં સોમવારે બારડોલીના પાદરે એક દિવસીય ઉપવાસનો પ્રારંભ કર્યો હતો.
સદભાવના મિશન માટે બારડોલી ખાતે રવાના થતા અગાઉ મોદીએ ફેસબુક પર લખ્યું હતું કે તેઓ સરદાર પટેલે જ્યાંથી બ્રિશિટ શાસન સામે સત્યાગ્રહ શરૂ કર્યું તેવા બારડોલી ખાતે રવાના થાય છે.
અહેવાલ અનુસાર સોમવારે મોદી બારડોલી ખાતે હોવાથી સમગ્ર પંથકમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સદભાવના ઉપવાસ દરમિયાન વિવિધ એસોસિએશનો, ધર્મગુરૂઓ, આબાલવૃદ્ધો, યંગસ્ટર્સ, ટીનેજર્સ તથા ભૂલકાં તેમનું અભિવાદન કરવા મંચ પર પહોંચી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જિલ્લાના નાગરિકો વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીની સાથે સ્વૈચ્છિક રીતે આ એક દિવસીય અનશનમાં જોડાયા છે.
અનશન પૂર્વે મોદી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, માંડવી પ્રાયોજના, વન વિભાગ, પ્રવાસન વિભાગ, મેરીટાઇમ બોર્ડ, યાત્રાધામની મુલાકાત લીધી હોવાનું પણ જાણવા મળે છે.