રાજસ્થાન જઈ રહેલા ચૌધરી પરિવારની ગર્ભવતી મહિલા પુષ્પાબેનને પ્રસૂતિની પીડા ઊપડતાં ઉધના પહોંચેલી ટ્રેન ચેઈન પુલિંગ કરી થોભાવાઈ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ટ્રેનના એસ-૩ કોચમાં પહોંચી જઈ પ્રસૂતિ કરાવી
ઉધના રેલવે સ્ટેશને સકિંદરાબાદ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનનું ગુરુવારની રાત્રે ચેઈન પુલિંગ થાય છે , તેના એસ-૩ કોચમાંથી એક હાંફળા ફાંફળા ઉતરેલા શખ્સે તાત્કાલિક ૧૦૮ને જાણ કરી કે તેની ગર્ભવતી પત્નીને છેલ્લા મહિના જતાં હોઈ પ્રસવ પીડા ઉપડી છે.
તેને મદદની સખત જરૂર હતી. અને તાત્કાલિક ૧૦૮ની ટીમ પહોંચી ગઈ તેના પેરા મેડિકલ સ્ટાફે કોચમાં જઈને મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. આ કોઈ ફિલ્મી કહાની નહીં પરંતુ એક સત્ય હકીકત બની હતી. બન્યું એવું કે, હૈદરાબાદથી રાજસ્થાન જઈ રહેલા ચૌધરી પરિવારના રમેશભાઈ ચૌધરીની ૩૦ વર્ષીય પત્ની પુષ્પાબેન ગર્ભવતી હોઈ તેને છેલ્લા મહિના જતા હતા .
ગુરુવારના રોજ રાત્રિના ૯.૩૭ કલાકે તેમની સકિંદરાબાદ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેન ઉધના રેલવે સ્ટેશને પહોંચવાની જ હતી અને પુષ્પાબેનને પ્રસવ પીડા ઉપડી હતી . સહયાત્રીઓએ તુરંત તેમને ટ્રેન થોભાવી ૧૦૮ને જાણ કરવા કહ્યું હતું. ગણતરીની મિનિટોમાં તો સાયરન વગાડતી ૧૦૮ની ટીમ ઉધના સ્ટેશને આવી પહોંચી હતી.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.