‘આગળ ચોકમાં તોફાન ચાલે છે અને અમે પોલીસ કર્મચારી છીએ’ બે ગઠિયા R ૩૬ હજારની કિંમતની સોનાની બે બંગડી પર્સમાં મૂકવાનું કહી નજર ચૂકવી સેરવી ગયા હતા.
અઠવાગેટ નજીક આવેલી મહાવીર કાડિeયાક હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં અમિતાકુની ગોપાલકૃષ્ણ નાયર (૬૨), (રહે: ભૂમિ કોમ્પ્લેકસ, પાલનપુર પાટિયા)એ ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૩૧ ઓગસ્ટ ૧૦ના રોજ સવારે આઠ વાગ્યે તે પોતાની ફરજ પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે હોસ્પિટલના સામેના ભાગે રોડ પર જ તેમને બે ગઠિયાનો ભેટો થઈ ગયો હતો.
જે બન્નેએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી હતી અને એવી વાત કરી હતી કે આગળ ચોકમાં તોફાન ચાલે છે, જેથી ઘરેણાં પર્સમાં મૂકી દો. આ ગઠિયાની વાત પર વિશ્વાસ મૂકી આ વૃદ્ધાએ પોતાની ૩૮ ગ્રામ સોનાના વજનની બે બંગડી પર્સમાં મૂકી હતી. તે સમયગાળામાં બન્ને ગઠિયા કળા કરી ગયા હતા અને વૃદ્ધાની નજર ચૂકવી બંગડી ચોરી લીધી હતી. આખરે તેમણે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં સબ ઇન્સપેક્ટર વી.એસ. કોલચાએ તપાસ આરંભી છે.