ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે ટ્રેક ઓળંગતી વખતે છાપરાભાઠાનો યુવાન ભીલાડ-બરોડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ચઢી જતા તેનુ કરુણ મોત નીપજ્યું હતુ.
છાપરાભાઠાની આદર્શ નગર ખાતે રહેતા ગોવિંદભાઈ અસલાવિયાનો ૧૯ વર્ષીય પુત્ર શૈલેષ શનિવારના રોજ સાંજના સુમારે ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતો હતો ત્યારે ભીલાડ-બરોડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમા આવી જતાં કપાઈ ગયો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસ મથકના એએસઆઈ શાંતિલાલના જણાવ્યા મુજબ, ‘ભીલાડ બપોડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં એક અજાણ્યો યુવક કપાઈ ગયો હતો તે અંગેની તપાસમાં આખરેતેનુ નામ શૈલેષ હોવાનુ બહાર આવ્યુ હતુ. તે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે ચઢી ગયો હતો.’