R ૬.૦૪ લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો - currency note with blood help detect crime - www.divyabhaskar.co.in" />
- ડભોલી પાસે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉકેલાયો ગુનો
- પોલીસને એક યુવાન પાસેથી R ૧૦૦૦ના દરની ૧૧૮ નોટ મળી
- આ નોટ અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી જેમાં લૂંટનો આખો ભેદ ઉકેલાઈ ગયો
ડભોલીમાં સ્વિસ્તક બંગલો પાસે રાજીવ મની ચેન્જર્સના કેશિયરને ચપ્પુના ઘા મારી રૂપિયા ૬.૦૪ લાખની લૂંટ થઈ હતી. આ લૂંટમાં ટીપ આપનારા યુવાનને ક્રાઇમ બ્રાંચની ટીમે લોહીના ડાઘાવાળી R ૧૦૦૦ની નોટ સાથે ઝડપી પાડતા કેસ ઉકેલાઈ ગયો હતો. લૂંટ કરનારા ત્રણેય ઇસમોના નામ પોલીસે જાણી લીધા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ ડભોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રમેશભઈ દુર્લભભાઈ તથા કોન્સ્ટેબલ વારિસ અહેમદગુલામ સાદીકને મળેલી બાતમીના આધારે નીતેશ ભરતભાઈ ચૌહાણ (રહે. વસુબહેનના મકાનમાં, હનુમાન ફિળયું, ડભોલી ગામ, સુરત, મૂળ ગામ ધરોસી, તા. માનગાંવ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી R ૧૦૦૦ની ૧૧૮ નોટ કબજે લીધી હતી, જેમાંથી એક નોટ ઉપર લોહીના ડાઘા હતા. આ ડાઘના આધારે પોલીસે તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તા. ૩૧મી ડિસેમ્બરના રોજ તેણે આપેલી ટીપને કારણે અનવર અંસારી સહિત ત્રણ ઇસમોએ મુકેશ પટેલ નામના ઇસમને ચપ્પુના ઘા ઝીંકી લૂંટ કરી હતી.
ઉન પાટિયા વિસ્તારમાં રહેતા અનવાર અન્સારીના ઘરે ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો માર્યો હતો, જયાંથી રોકડા R ૧.૦૨ લાખ મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં લૂંટની ટીપ આપનારાને ઝડપી પાડ્યો છે અને લૂંટ કરનારા ત્રણ ઇસમોના નામ જાણી લીધા છે, જેમને પોલીસ ટૂંક સમયમાં શોધી કાઢશે.