પરિવારજનોની બેદરકારીએ બાળક રમતા રમતાં કેરોસીન કે એસિડ પી લેતા હોવાના છાસવારે બનાવો શહેરમા બની રહ્યાં છે. માસુમ બાળકો પરત્વે માતા કે પરિવારજનો પુરતુ ધ્યાન રાખવામા ગફલત કરતા હોઈ ક્યારેક વ્હાલસોયુ બાળક ગુમાવવાનો પણ વખત આવતો હોઈ છે.
શહેરના લીંબાયતમાં આવો જ એક બનાવ બન્યો છે જોકે, બાળકીની હાલત ગંભીર છે. માતા સામે રમતા રમતા બાળકીએ નીચે મુકાયેલી એસીડની બોટલને મોંએ માંડી દીધી હતી, જેને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.
લીંબાયતના સંતોષીનગર રહેતાં સંતોષભાઈ ગૌતમનો ૩ વર્ષીય પુત્રી આદીતી ગત રોજ ગુરુવારે સાંજના સુમારે માતા પાસે રમતો હતો દરમિયાન માતાની નજર હટતાં આદીતીએ નીચે મુકેલી એસીડની બોટલ ઉઠાવીને ગટગટાવવા માંડી હતી. એસિડથી દાઝવા માંડતા બાળકીની હાલત કફોડી બની ગઈ હતી જેને માતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવતાં એચ-૩ વોર્ડમા બેભાન હાલતમા ખસેડાઈ હતી.