Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

સુરતી યુવાનને દારૂના નશામાં મળ્યું કલ્પના બહારનું મોત!

 
Source: Pragnesh Parekh, Surat   |   Last Updated 12:49 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 

દારૂની કૂટેવમાં ભાઠાગામના એક યુવાને જીવ ખોવાનો વખત આવ્યો હતો. દારૂના નશામાં ભાનભૂલી ગયેલો ઈચ્છાપોર ભાઠાગામનો આ યુવાન એબીજી કંપનીના કંમ્પાઉન્ડના ગેટ સામે ઊંડા ખાડામાં પટકાઈ પડ્યો હતો. ખાડામાં પથ્થરો હોઈ માથામા ગંભીર ઈજા પહોંચતા તેનુ મોત નીપજ્યું હતુ.

બન્યુ એવું કે, ઈચ્છાપોરના ભાઠાગામના ખેડૂત ઢીમન ઠાકોરભાઈ નાયકના ખેતરમાં કામ કરતા અમરસીંગ કરમાભાઈ વસાવા (૪૦) ગત ગુરુવારના રોજ રાત્રિના ૧૦.૪૦ વાગ્યાના સુમારે ભાઠાગામની સીમમા ચાલતો જતો હતો, ત્યારે એબીજી કંપનીના કંમ્પાઉન્ડની સામે દિવાલ પાસે આંઠ ફૂટ ઉંડા ખાડામા પડી ગયો હતો. તેનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ.

રાત્રિ દરમિયાન તેની પત્ની સુમનબેને તપાસ કરતા પતિ ખાડામા મૃત અવસ્થામાં પડ્યો મળી આવ્યો હતો. આ બનાવ અંગે ઈચ્છાપોર પોલીસને જાણ થતાં લાશના પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી અને અકસ્માત મોત ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવ અંગે તપાસ કરતાં ઈચ્છાપોર પોલીસ મથકના એએસઆઈ મૂળજીભાઈના જણાવ્યા મુજબ ‘ અમરસીંગ વસાવા દારૂ પીવાની ટેવવાળો હતો. તે ભાઠાગામની સીમમાંથી જતો હતો ત્યારે નશાધૂત હોઈ આંઠ ફૂટના ખાડામા પટકાઈ પડ્યો હતો. ખાડામાં પથ્થરો પણ હોઈ તેને લમણાના , કપાળ , ઘુંટણના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેનુ મોત નીપજ્યું હતુ. ’





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.