હેતનું ગળું કાપવા વાપરેલું ચપ્પુ પોલીસે કબજે લીધું
હત્યારાઓને સાથે રાખી પોલીસે ઘટના રિકન્સ્ટ્રક્ટ કરી
પોલીસે કુહાડી-પાવડા લઈ નજીકના વિસ્તારમાં તપાસ કરી
કાપોદ્રાના ચકચારી હેત અપહરણ-હત્યા કેસમાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે પોલીસ આ કેસમાં વધુમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આરોપીઓએ જે દિવસે હેતનું અપહરણ કર્યું હતું તે જ દિવસે તેની હત્યા કરી લાશને સીમાડા નજીકના કેનાલ પાસે નાખી દીધી હતી.
હાથમાં પાવડા લઈ પોલીસે આખો વિસ્તાર ખૂંદી કાઢ્યો, હત્યારાઓને વધુમાં વધુ સજા થાય તે માટે પુરાવા એકત્ર કરવા ફોરેન્સિક વિભાગની પણ ઘટના સ્થળે બોલાવાઈ હતી.
વધું વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: