Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Surat City » ઓટો એક્સપોમાં હજારોની ભીડ ઉમટી પડી

ઓટો એક્સપોમાં હજારોની ભીડ ઉમટી પડી

Rajesh Shah | Feb 17, 2013, 17:37PM IST

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આયોજીત ઓટો એક્સપોમાં રવિવારે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.દેશી વિદેશી લકઝરી કાર જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. ભીડને અંકુશ કરવામાં ચેમ્બરના લોકોને નવ નેજા પાણી ઉતરી ગયા હતા.તો બીજી તરફ રસ્તા પર કાર પાર્કીની કતાર લાગી જતા કલાકો સુધી ટ્રાફીક જામ થઈ ગયો હતો.



ચેમ્બર ઓફ કોમર્સ, સુરત દ્રારા સરસાણા વિસ્તારમાં ૧૫ ફેબ્રુઆરીથી ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રોલ્સ રોયસ,મીની કુપર,પોર્શ બીએમ ડબલ્યુ જેવી કારના નવા મોડલ ઉપરાંત હાર્ડ લે ડેવિડસનના લાખોની કિંમતના બાઇક પ્રધર્શનમાં મુકાયા છે.રવિવાર હોવાને કારણે સવારથી જ લોકોની લાંબી લાઇન લાગી ગઈ હતી.



દરેક સ્ટોલ પર લકઝરી કારના ફોટા પાડવા માટે લોકોનો ધસારો થયો હતો.લગભગ ૧૦,૦૦૦થી વધારે લોકો ઓટો એક્સપોમાં આવી ચઢતા ચેમ્બરના હોદ્દેદારોને ભીડ પર અંકુશ મુકવાનું ભારે પડી ગયું હતું.રસ્તા પર કારની લગભગ બે કિલામીટર જેટલી બનેં બાજુ લાંબી લાઇનો લાગી જતા કલાકો સુધી ટ્રાફીક જામ થઈ ગયો હતો. આખરે પોલીસે ગામ તરફના એક ભાગને વન વે કરી નાકયો હતો.



તસવીરો - હેતલ શાહ

Dandiya Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 2

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment