Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Stoberry Crop In Saputara

ફક્ત ગુજરાતના સ્વર્ગમાં થાય છે આ વસ્તુ: તો જોવા કરો એક ક્લિક!

1 of 6 Photos

- ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી
- હેક્ટર દીઠ સ્ટ્રોબેરીનું ૮થી ૯ હજાર કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે


સ્ટ્રોબરી શીત કટબિંધનો પાક છે. જયાં ઉનાળામાં સ્ટ્રોબેરી મોટાપાયે ઉગાડવામાં આવે છે ત્યાં ઉનાળો પણ ઘણો ઠંડો હોય છે. તેથી જમીનને ઠંડી પડતા રોકવા માટે અને સ્ટ્રોબેરીના ફળોનો ભીની જમીન સાથે સીધો સંસર્ગ ન થાય તે માટે જમીન પર પરાળ (સ્ટ્રો) પાથરવામાં આવતું તેથી આ બેરીનું નામ સ્ટ્રોબેરી પડ્યું છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાના આસપાસના વિસ્તારોમાં શિતકટિબંધની જેમ આખા વર્ષ દરમિયાન ઉષ્ણતામાન ખુશ્નુમા રહેતું હોવાથી જમીન સારી નીતાર શક્તિ ધરાવતી અને મંદ મંદ ધુમ્મસીયું વાતાવરણ રહેતું હોય, એક વખત રોપ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી એક જ વાવેતરમાંથી સ્ટ્રોબેરી લણી શકાય છે.

સ્ટ્રોબેરીના સારા વિકાસ માટે દિવસનું તાપમાન ૬૮થી ૭૦ ડિગ્રી ફે. હોવું જોઈએ. તદ્્ઉપરાંત દિવસમાં ૮થી ૧૧ કલાક સૂર્યપ્રકાશ (ટૂંકો દિવસ) કળીઓ બેસવા માટે જરૂરી છે. હિમ પડવાથી સ્ટ્રોબેરીને નુકશાન થાય છે. જોકે, છોડ ઉપર ખૂલ્યા વગરના ફૂલ અને ખૂલીને સેટ થઈ ગયેલા ફૂલને હિમથી ખૂબ જ ઓછું નુકશાન થાય છે.
સ્ટ્રોબેરીના ફળના કદ, રંગ અને સુગંધના વિકાસ માટે પૂરતા સૂર્યપ્રકાશ (ઓછામાં ઓછા ૮થી ૧૦) કલાકની જરૂર રહે છે. તેથી આ પાક મોટાવૃક્ષોની છાંયાવાળી જગ્યાએ લેવો નહીં.

વધુ અહેવાલ અને ફોટોગ્રાફ્સ જોવા માટે ઈમેજ સ્લાઈડ પર ક્લિક કરો...


Your Opinion
 
 
Code:
10 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment