Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Surat :Sahara Darvaja Road

સુરતમાં અચાનક વાહનોને ગળવા લાગ્યો રોડ! 30 ફૂટનો પડ્યો ખાડો

1 of 17 Photos
- ચાલુ ટ્રાફિકે વિશાળ ભૂવો, છ વાહન ખાબક્યા
- ૩૦ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા ૧પ ફૂટ ઊંડા ખાડામાં બે કાર, ત્રણ બાઇક અને એક થ્રી વ્હીલ ટેમ્પોચાલક પૈકી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી
- વાહનો ધડાધડ ખાડામાં ઘૂસી ગયા બાદ અન્ય વાહનચાલકોએ ફસાયેલા લોકોને બહાર કાઢયાં, ફાયરબ્રિગેડે પણ ધસી આવી રાહત કામગીરી સંભાળી
- માર્કેટોમાં ભૂકંપ આવ્યો હોવાની અફવા ફેલાતાં લોકોનાં ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં, પોલીસે ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો
 
સહારા દરવાજા પાસે બપોરના સુમારે અચાનક રસ્તા પર મોટો ભૂવો પડતાં ત્યાંથી પસાર થતાં બે કાર એક ટેમ્પો અને ત્રણ બાઇક ચાલકો અંદર ફસાઈ ગયાં હતાં. ટ્રાફિકથી ભરચક રોડનો ૩૦ ફૂટ જેટલો ભાગ અંદર બેસી જતાં પસાર થતાં વાહનચાલકોમાં તથા માર્કેટ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોવાની વાત ફેલાતા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. 
 
ખાડામાં પડેલા વાહનચાલકોને લોકોએ બહાર કાઢી લીધા હતા તો ઘટના સ્થળે પહોંચી ગયેલા ફાયરબ્રિગેડે તમામ વાહનો ક્રેઈન વડે બહાર કાઢતા જે તે વાહનચાલકો હેમખેમ ઘરે રવાના થઈ ગયાં હતાં. સદ્દનસીબે મોટી દૂર્ઘટના ટળી ગઈ હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનના અધિકારીઓ, ઈજનેરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં વર્ષો જૂની બોક્સ ડ્રેનેજ લાઈન તૂટી પડતાં રોડ બેસી ગયો હોવાનુ જણાયું હતું. (તસવીરો: હેતલ શાહ)

વધુ સમાચાર વાંચવા સ્ક્રોલ કરો...
 


Your Opinion
 
 
Code:
2 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment