- આજથી તમને કોઈ સતત જોશે
- મુખ્યમંત્રી ‘સેઇફ સિટી, સુરત’ પ્રોજેક્ટ અને વોટર સ્પોર્ટસનું લોકાર્પણ કર્યું
- આજથી શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા કામ કરતા થઈ જશે. એટલે રસ્તા પર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પહેલા સાવધાન
- મોબાઇલ પર વાત કરતા, પાન-માવા ખાઈ જાહેરમાં ગંદકી કરતા કે તકરાર કરતા પણ દેખાશો તો કેમેરાની નજરે ચઢી જશો
શહેરમાં લોક ભાગીદારીથી દેશનો સૌથી મોટો સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુરતમાં જે અધ્યતન ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે, તેવી વ્યવસ્થા દેશના અન્ય કોઈ પણ શહેરમાં નથી. શુક્રવારે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ‘સેઇફ સિટી, સુરત’ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. કેમેરાની કમાલ એ છે કે હજુ તો પ્રોજેક્ટ શરૂ નથી થયો ત્યાં તેની અસર રસ્તાઓ પર દેખાવા માંડી છે. જે જંકશનો પર કેમેરા ફિટ કરાયા છે, ત્યાં વાહનચાલકો શિસ્તબદ્ધતા દાખવી રહ્યા છે.
સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ પ્રોજેક્ટની શરૂઆત કરી, ત્યારબાદ પીપીપી હેઠળ સુરત પ્રોજેક્ટને વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. પીપીપી હેઠળનો આ દેશનો પહેલો પ્રોજેક્ટ છે, જે ત્રણ ફેઝમાં પૂરો થશે. હાલ પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ૧૦૪ કેમેરા લગાવવામાં આવ્યા છે. ૯૪ કેમેરા ફિકસ્ડ છે, જ્યારે ૯ પીટીઝેડ કેમેરા છે.
વધુ સમાચાર વાંચવા સ્ક્રોલ કરો