Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Fire In IOC Two People Are Lost

કાળજા પર કોતરાયાં કાળમીંઢ ડામ,સર્જાયા લાગણીસભર દ્રશ્યો

1 of 14 Photos

સુરતના હજીરામાં સ્થિત ઈચ્છાપોરમાં આવેલાં આઈઓસીના ટેન્કરમાં હજીરાના ઈચ્છાપોરમાં આવેલા આઈઓસીએલની ટેન્કમાં ગઈકાલે લાગેલી ભીષણ આગ બેકાબુ બની હતી. જેમાં બે લોકો મોતને ભેટ્યાં હતાં. જ્યારે બે લોકોનાં કોઈ વાવડ મળ્યાં નથી. જેથી આઈઓસી પરિસરની બહાર લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતાં. અને હૈયાફાટ રૂદનથી આઈઓસી પરિસર ગમગીન બની ગયું હતું.

અધિકારીઓએ મૃતકોના પરિવારજનોને સાંતવના પાઠવી હતી. તો કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ માડી જાયાને ગુમાવેલા લોકો સામે આ શબ્દો વામણા લાગતાં હતાં. અને સહાય ફિક્કી લાગતી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો લાપતાં થયાં હતાં.

જેમાંથી બે લોકોના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે.જેમાં એકનું નામ જલંધર ચૌધરી છે જે મૂળ બિહારના વતની છે જ્યારે બીજા કર્મીનું નામ રાહુલ સવાઈ છે જે મૂળ ઓડિશાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે કર્મીઓ લાપતાં છે. જેને શોધવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

(તસ્વીરો જીતેન્દ્ર જડીયા)

વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો

 


Your Opinion
 
 
Code:
7 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment