‘પાણીદાર’ નાનુ ભાઈને બનાવાયાં પાણી પુરવઠાં પ્રધાન
છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. અને રાજ્યના ૭ કેબિનેટ તથા ૯ નવા પ્રધાનોને આજે વિધિવત રીતે ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. આજે સવારથી ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં દરેક પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં સુરતની કતારગામ બેઠકના ધારાસભ્ય નાનુભાઈ વાનાણીને પાણી પુરવઠા ખાતુ સોંપવામાં આવ્યું છે. નવા નિમાયેલા પ્રધાન મંડળમાં નાનુભાઈ પ્રથમ વખત પ્રધાન બન્યાં છે. આ પહેલાં પણ તેઓ આગલી ટર્મમાં ધારાસભ્ય રહિ ચૂક્યાં હતાં. અને આ વખતે તેઓ ભવ્ય રીતે વિજયી થતાં તેમને પ્રધાન બનાવ્યાં છે. રાજકિય વિશ્લેષકોના મતે નાનુભાઈને પાણી પુરવઠાં ખાતુ સોંપીને સૌરાષ્ટ્ર વિસ્તારનાં પાણીના પ્રશ્નોને લઈને નાનુભાઈ યોગ્ય કામગીરી કરી શકે તેમ હોય તેથી આ ખાતું તેમને સોંપવામાં આવ્યું છે. નાનુભાઈને પાણી પુરવઠાં પ્રધાન બનાવાતાં તેમના સમર્થકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તથા તેમના આ સમાચારના ફટાકડા ફોડી તથા મિઠાઈ ખાઈને ઉજવણી કરી હતી.. કેબિનેટની બેઠક બાદ નાનુભાઈ તેમની કેબિનનો ચોર્જ સંભાળ્યો હતો.
વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો






