Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> વ્યારા નગર ખાતે ભેંસ સાથે મોટરસાઈકલ અથડાતા ચાલકનું મોત

વ્યારા નગર ખાતે ભેંસ સાથે મોટરસાઈકલ અથડાતા ચાલકનું મોત

Pragnesh Parekh | Jun 26, 2012, 17:27PM IST
 
 


સોનગઢ તકાલુકાના ખડકાચીખલી કાતે રહેતા બે ખેડૂતો હોસ્પિટલના કામકામ અર્થે મોટરસાઈકલ પર વ્યારા આવતાં હતાં તે હાઈવે પર શંકર ફિળયા પાસે માર્ગમાં ભેંસ દોડી આવતાં મોટરસાઈકલ સાથે અઠડાયા બાદ મોટરસાઈકલ એક ટ્રેકટર સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

બનાવ અંગે ઘટના સ્થળ પરથી પ્રાપ્તવિગત મુજબ સોનગઢ તાલુકાના ખડકાચીખલી ગામે રહેતા કમલેશભાઈ બાબુભાઈ ગામીત તથા તેના મિત્ર કશિનભાઈ મગનભાઈ ગામીત બંને ઇસમો મોટરસાઈકલ નં (જીજે-એફ-૨૯૩૦) લઈ વ્યારા હોસ્પિટલ ખાતે કામકાજ અર્થે નિક્યા હતાં. તે દરમિયાન વ્યારાના શંકર ફિળયા પાસે સવારે ૧૦ કલાકે પસાર થતી વેળાએ માર્ગમાં એકાએક ભેંસ આવી જતાં તેને બચાવવા મોટરસાઈકલ ટ્રેકટર સાથે અથડાતા મોટર સાઈકલ રોડ પર પટકાતા તેના પર સવાર કમલેશ ગામીત (૩૫)ને શરીર ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ કશિન ગામીતને એક ધસરકો ન પડતાં આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે પોલસને જાણ થતાં ઘટના સ્થળે આવી કશિન ગામીતની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment