આશાની ઉડાન ૮ હોટેલના ૨૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં
સુરતમાં ખાનગી એરલાઇન્સની ઉડાન શરૂ થાય કે આ બિઝનેસ આસમાનની બુલંદીઓને સ્પર્શશે
જો ખાનગી એરલાઇન્સનાં વિમાનો આ શહેરમાંથી ઉડાનો ભરવા રાજી થઈ જાય તો સુરતના હોટેલઉદ્યોગ બુલંદીઓને સ્પર્શી શકે છે.
કારણ કે વિકાસની હરણફાળ ભરી રહેલા આ શહેરમાં વિશ્વની અનેક બ્રાન્ડેડ હોટેલ્સ નજીકના ભવિષ્યમાં આવી રહી છે. આ હોટેલ્સમાં ઓબેરોયની હોટેલ શેરેટોન, રામારજિન્સી ગ્રુપની હોટેલ એન્ટલાન્ટિસ, ગ્રાન્ડ હયાત અને ચારુતલ હોટેલ્સનો સમાવેશ થાય છે, જ્યારે ૨૦૦ રૂમ્સની સુવિધા ધરાવતી ટીજીબી ગ્રુપની ગ્રાન્ડ ભગવતી તો આવતા મહિનાથી જ શહેરમાં શરૂ થઈ રહી છે.
ઉપરાંત આ શહેરમાં આવતા કોર્પોરેટ કલ્ચર માટે આશીર્વાદરૂપ બની રહે તેવો ૪૦૦ કરોડનો ‘સર્વિસ એપાર્ટમેન્ટ’નો એક ભવ્ય પ્રોજેક્ટ પીપલોદ-મગદલ્લા વિસ્તારમાં સાકાર થાય તેવા સંજોગો ઊભા થયા છે. બિઝનેસ અર્થે શહેરમાં આવતા વિદેશીઓ કે પછી ઇન્ડિયનને લાંબો સમય શહેરમાં રોકાવું હોય તો હોટેલ્સ અવશ્ય મોંઘી પડે અને તેવા લોકો માટે અલ્ટ્રામોડર્ન કહી શકાય તેવો સર્વિસ એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ વિચારાઈ રહ્યો છે.
જોકે, આ પ્રોજેક્ટ્સનો મોટો મદાર સુરતને મળનારી એરકનેકિ્ટવિટી પર છે. માટે જ પાંચ ખાનગી એરલાઇન્સ સાથેની બેઠકમાંથી પોઝિટિવ રેઇઝ મળે તેના પર આ હોટેલઉદ્યોગની નજર મંડાયેલી છે.
સર્વિસ એપાર્ટમેન્ટમાં શું શું હશે ?
પીપલોદ-મગદલ્લા રોડ પર સાકાર થનાર આ પ્રોજેક્ટમાં ૪૦૦ ફ્લેટ હશે. એક બેડરૂમ, કિચનના ૩૦૦ ફ્લેટ તથા એક બેડરૂમ, હોલ, કિચનના ૧૦૦ ફ્લેટ હશે ફુલ ફર્નિશ્ડ ફ્લેટમાં માઇક્રોવેવ, રેફ્રિજરેટર, એસી, ટીવી, હોટવોટર ફેસિલિટી હશે ફર્સ્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટિકુશન રેસ્ટોરાં, થિયેટર, વીડિયો ગેમ્સ ઝોન, સુપરસ્ટોર, કલોથ્સ તથા ગિફ્ટ્સના શો-રૂમ, બ્યુટીસલૂન, નેટસફિઁગ સેન્ટર, એટીએમ, કોમન સેલ્ફ સર્વિસ લોન્ડ્રી નીચેના ભાગે વિશાળ પાર્કિંગ, સ્વીમિંગ પુલ, હેલ્થ ક્લબ, જિમની સુવિધા રહેશે
ઇન્વેસ્ટર્સ માટે બેસ્ટ
સુરતમાં ૪૦૦ સર્વિસ એપાર્ટમેન્ટનો વિચાર કરનાર સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ સનત રેલિયાએ ઇન્વેસ્ટર્સ સાથે મિટિંગો શરૂ કરી છે. ઇન્વેસ્ટસેg હાલ હજીરાની અનેક કંપનીઓને તેઓએ આ ફ્લેટ ભાડે આપી રાખ્યા છે. આવા લોકો માટે આ સર્વિસ એપાર્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ ઓપ્શન બની રહેશે. તેનું મેઇન્ટેનન્શ હોટેલની જેમ જ ‘બજેટ ઇન સર્વિસ એપાર્ટમેન્ટ કંપની’ કરશે. ખરીદનાર ઇચ્છે ત્યારે તેને વેચી પણ શકશે.
શહેરમાં આવી રહી છે આટલી નેશનલ-ઇન્ટનેશનલ હોટેલ્સ
હોટલ-ગ્રુપ ખર્ચ સુવિધા સ્થળ
એન્ટલાન્ટિસ-રામારજિન્સી ૪૦૦ કરોડ ૨૦૦ રૂમ્સ ઇચ્છાપોર, જવેલરી પાર્ક પાસેહોટેલ ગ્રાન્ડ હયાત રજિન્સી - ૨૦૦ રૂમ્સ લુથરા ફાર્મ, સિટીપ્લસ પાસે, આભવાશેરેટોન-ઓબેરોય ગ્રુપ - ૨૦૦ રૂમ્સ ઓએનજીસી બ્રિજની બાજુમાંચારુતલ હોટેલ્સ - - એગ્રીકલ્ચર ફાર્મહાઉસ પાસેડુમસ રિસોર્ટ રિનોવેશન રેસ્ટોરાં-રૂમ્સ ડુમસ રોડગ્રાન્ડ ભગવતી-ટીજીબી ગ્રુપ ૩૦૦ કરોડ ૨૦૦ રૂમ્સ ડુમસ રોડબજેટ ઇન સર્વિસ એપાર્ટમેન્ટ ૧૦૦ કરોડ ૪૦૦ ફ્લેટ પીપલોદ-મગદલ્લા રોડ