DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Bottom Goods Train To Pass Over Mother And Son Be Cut
ઊભેલી માલગાડી નીચેથી પસાર થવા જતાં માતા-પુત્ર કપાયા
Bhaskar News, Surat
| Jan 09, 2013, 03:10AM IST

- ભેસ્તાનના ભારતીબેન પટેલ ઇજનેર પુત્ર કૃણાલ અને પુત્રી હેતલ સાથે મરોલી જવાના હતા
- ભેસ્તાન સ્ટેશને પ્લેટફોર્મ ક્રોસ કરતી વેળા ટ્રેન એકાએક ચાલુ થઈ ગઈ, પુત્રીનો આબાદ બચાવ
ટ્રેન પકડવાની ઉતાવળ કેટલી હદે જોખમી પુરવાર થઈ શકે છે તેનું વરવું ઉદાહરણ સોમવારે રાત્રે ભેસ્તાન રેલવે સ્ટેશને જોવા મળ્યું. ભેસ્તાનના એક પટેલ પરિવારના માતા-પુત્ર અને પુત્રી મરોલી જવા માટે રેલવે સ્ટેશનને પ્લેટફોમ નંબર ૧ પરથી ૨ પર જવા ઊભેલી માલગાડી નીચેથી પસાર થતા હતા ત્યારે જ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી, જેમાં માતા-પુત્રનું ફસાઈ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રી થોડી દૂર હોવાથી બચી ગઈ હતી. આમ, પુત્રીએ આંખ સામે મા અને ભાઈને મોતને ભેટતાં જોયા હતા.
ભેસ્તાનની ક્રૃષ્ણકુંજ સોસાયટીના પ્લોટ નંબર-૪૮ ખાતે રહેતા રમેશભાઈ પટેલની પત્ની ભારતીબેન (પ૩) તેના ૨૧ વર્ષીય પુત્ર કૃણાલ તથા ૨પ વર્ષીય પુત્રી હેતલ સાથે કામ અર્થે મરોલી જવાના હતા. તેઓ મંગળવારે સાંજે ૭ વાગ્યે ભેસ્તાન રેલવે સ્ટેશને ગયા હતાં. મરોલી જવાની ટિકિટ લઈને તેઓ પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવ્યા હતા, જ્યાં માલગાડી ઊભી હતી. જ્યારે તેમણે પ્લેટફોર્મ નંબર ૨ ઉપર થોભેલી વિરમગામ પેસેન્જર ટ્રેનમાં જવાનું હતું.
ભારતીબેન તેના પુત્ર ક્રૃણાલ અને પુત્રી હેતલ સાથે ટ્રેક ઓળંગવા માટે બ્રિજનો ઉપયોગ કરવાને બદલે સીધા ગુડ્ઝ ટ્રેનની નીચેથી પસાર થવા ગયા હતા. જોકે, ટ્રેન ચાલુ થઈ જતાં બોગી નીચેથી પસાર થઈ રહેલા માતા-પુત્ર કપાઈ ગયા હતા. જોકે, પુત્રી થોડી દૂર હોવાથી બચી ગઈ હતી. રેલવે પોલીસે માતા-પુત્ર બંનેના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર ખાતે ખસેડી અકસ્માત મોત અંગેની નોંધ કરી છે.
- હેતલ પણ ટ્રેન નીચે જવાની તૈયારીમાં જ હતી
સિવિલ એન્જિનિયર કૃણાલ અને માતા ટ્રેન નીચેથી પસાર થતા હતા. આ દરમિયાન હેતલ પણ ટ્રેન નીચે જવાની તૈયારીમાં જ હતી. જોકે, ત્યારે જ ટ્રેન શરૂ થઈ જતાં તે થોભી ગઈ હતી, જ્યારે તેની માતા અને ભાઈ નજર સામે કપાઈ ગયા હતા. પ્લેટફોર્મ પરથી ઉતરી રહેલી હેતલના મોંમાથી ચીસ નીકળી ગઈ હતી અને આઘાતમાં સરી ગઈ હતી.






