શહેર અને જિલ્લાના નવ લાખ જેટલા રેશનિંગ કાર્ડ આપોઆપ રદ થઇ જશે|
પચાસ ટકાથી વધુ રેશનિંગ કાર્ડને બારકોડેડ કરવાની કામગીરી બાકી હોવાથી નોંધણી કામગીરીની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તા. ૧૫મી સપ્ટેમ્બર સુધી બારકોડેડ કરાવી શકાશે.
પુરવઠા કચેરીએ તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે તા.૩૧ ઓગસ્ટનાં રોજ બારકોડેડ રેશનિંગ કાર્ડ બનાવવાની અવધિ તા.૧૫ મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શહેરમાં અંદાજે સાત લાખ રેશનિંગ કાર્ડને બારકોડેડ બનાવવામાં આવશે. હાલમાં ચાર લાખ રેશનિંગ કાર્ડની નોંધણી થઇ ચૂકી છે.
જે લોકો નિયત સમયઅવધિમાં કાર્ડની નોંધણી કરાવી શકતા નથી તે લોકોએ મામલતદાર કચેરી અને જેતે વિસ્તારની પુરવઠા ઝોન ઓફીસમાં સંપર્ક કરવાનો રહેશે. સુરત શહેર અને જિલ્લામાં પચાસ ટકા કરતા વધુ લોકોનું રજિસ્ટ્રેશન બાકી છે. ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં અંદાજે આવેલા નવ લાખ રેશનિંગ કાર્ડ આપોઆપ રદ કરી દેવામાં આવશે.
સરનામા ચોક્કસ ન હોવાથી નોંધણીમાં મુશ્કેલી
શહેર અને જિલ્લામાં અંદાજે અઢી હજાર જેટલા સર્વેયરોને ઘરે ઘરે ફરીને બારકોડેડ ફોર્મ ભરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જુના રેશનિંગ કાર્ડમાં નામ અને સરનામા ચોક્કસ ન હોવાને કારણે સર્વેયરોને જેતે રેશનિંગ દુકાનો પર બેસાડી દેવામાં આવ્યા છે.