Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Surat City » Apply Online For Rashan Card

હવે માત્ર એક ક્લિક કરો ને રેશન કાર્ડ તમારા ઘરમાં

Bhaskar News, Surat | Feb 24, 2012, 02:41AM IST
હવે માત્ર એક ક્લિક કરો ને રેશન કાર્ડ તમારા ઘરમાં
-ipds.guj.gov.in પર સૌપ્રથમ કાર્ડધારકે લોગ ઇન કરવું પડશે
-લોકોના સરકારી કચેરીના ધરમધક્કા બચશે
-ધીમુ સર્વર કામગીરીમાં અવરોધરૂપ બનશે
-૧ લીથી રેશનિંગ કાર્ડનું વિતરણ


શહેરના સાત લાખ જેટલા એબોવ પોવર્ટી લાઇન રેશનિંગ કાર્ડધારકો (એપીએલ) કે જેઓ સરકારી અનાજ-કેરોસીન મેળવતા નથી તેવા તમામ લોકો હવે સરળતાથી ઇન્ટરનેટ મારફતે ઓન લાઇન રેશનિંગ કાર્ડ મેળવી શકશે. ત્યાર બાદ આવા કાર્ડધારકોએ માત્ર સ્થાનિક પુરવઠા ઝોન ઓફિસમાં કાર્ડ પર સિક્કો મારવાનો બાકી રહેશે. શહેરના સાત લાખ ધારકો માટે રેશન કાર્ડ પ્રાપ્ત કરવાની આ ઓનલાઇન સિસ્ટમ મંગળવારથી સમગ્ર રાજ્યની સાથે સુરતમાં પણ કાર્યરત થઈ ચૂકી છે. આમ હવે પુરવઠા કચેરીની કામગીરી તો ઘટશે જ ઉપરાંત લોકોને પણ લાંબી કતારોમાં ઊભા રહેવામાંથી
મુક્તિ મળશે.

આ રીતે મેળવી શકાશે રેશનકાર્ડ
- ipds.guj.gov.in પર સૌપ્રથમ કાર્ડધારકે લોગ ઇન કરવું પડશે
- ત્યારબાદ પોતાના લોગ ઇન અને પાસવર્ડ જાતે નક્કી કરીને તેમાં ઇમેલ આઈડીનું ઓપ્શન ભરવું
- બાદમાં જૂનો રેશનકાર્ડ નંબર અને ઇલેકશન કાર્ડ નંબરને યાદીમાં ભરવો, જે ફરજિયાત છે.
- અગર શક્ય હોય તો તે સિવાય લાઇસન્સ નંબર અને અન્ય ખાલી બોક્સ પણ ભરી શકાય છે

ધીમુ સર્વર કામગીરીમાં અવરોધરૂપ બનશે
રાજ્ય સરકારના સર્વરની ગોકળગાય ગતિના કારણે કામગીરી ધીમી થઈ જાય અથવા તો ન પણ થઈ શકે તેવી હાલત છે. આમ સરકારનું મુખ્ય સર્વર પુરવઠા કચેરી માટે પણ માથાનો દુખાવો બન્યું છે.

લોકોનો સમય બચશે
આ રીતે રેશનકાર્ડ મળવાથી પુરવઠા કચેરીની કામગીરીમાં ચોક્કસ ઘટાડો થશે. આ સાથે જ લોકોનો સમય પણ બચી જતા હેરાનગતિ થતી અટકશે. - એન.એસ. પ્રજાપતિ, ડીએસઓ, સુરત

૧ લીથી રેશનિંગ કાર્ડનું વિતરણ
સુરત શહેરમાં તા.૧લી માર્ચથી રેશનિંગ કાર્ડના વિતરણની કામગીરી શરૂ કરાશે. તેમાં હાલમાં પાયલટ પ્રોજેક્ટ અન્વયે સિલેક્ટેડ દુકાનોમાં રેશનિંગ કાર્ડની વિતરણની કામગીરી કરવામાં આવતી હતી. તે હવે સમગ્ર શહેરના તમામ પુરવઠા ઝોન કચેરીને તા.૧લી માર્ચથી રેશનિંગ કાર્ડની વિતરણની જવાબદારીનો આદેશ આપવામાં આવ્યો છે. કાર્ડ ધારકોની નોંધણીની કામગીરીમાં સુરત સૌથી અગ્રેસર છે જેમાં ૨પ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.

રૂ.૬માં મળતુ આયોડાઇઝ મીઠુ હવે રૂ.૧માં મળશે
કેન્દ્ર સરકાર દ્વારા રેશનિંગ કાર્ડ પર આપવામાં આવતું રૂ.૬ના કિલોનું આયોડાઇઝડ મીઠુ હવે રૂ.૧ના ભાવે તા. ૧લી માર્ચથી આપવામાં આવશે. આ મીઠુ તે રિફાઇન્ડ કરીને આપેલું હશે.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 7

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment