Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

સોનગઢમાં અકસ્માતના બે બનાવમાં બેને ગંભીર ઈજા

 
Source: Bhaskar News, Songadh   |   Last Updated 1:59 AM [IST](02/09/2010)
 
 
 
 
 
હાઇવે પર બ્રેક ફેઇલ થતાં ટ્રક ખાડામાં ઊતરી તથા અન્ય ટ્રકે રાહદારીને ટક્કર મારી
સોનગઢના વૈશાલી ચાર રસ્તા નજીક હાઇવે પર એક જ સ્થળે સર્જાયેલા અકસ્માતના બે બનાવમાં એક ટ્રકચાલક તથા રાહદારીને ગંભીર ઈજા થઈ હતી.

બુધવારે સવારે ૧૧.૩૦ કલાકના સુમારે અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપનીનો ચાલક રાજેશસિંગ ચંદ્રપાલસિંગ (૫૫) પોતાની ટ્રક નંબર (જીજે-૧એક્સ-૪૨૯૨) લઈ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ નીકળ્યો હતો. આ ટ્રકચાલક સોનગઢની ઈસ્લામપુરા ટેકરા વિસ્તારમાંથી હાઇવે થઈ પસાર થઈ રહ્યો હતો એ વેળાએ ટ્રકની બ્રેક ફેઇલ થતાં આ ટ્રક બેકાબૂ બની ગઈ હતી.

ટ્રકચાલકે આ ટ્રકને હાઇવે પરથી નીચે ઉતારી રોડ સાઇડ પર ખાડામાં અટકાવી દીધી હતી. સદનસીબે આ ટ્રકની અડફેટે અન્ય વાહનો આવ્યાં ન હોય મોટો અકસ્માત ટળ્યો હતો. બનાવમાં ટ્રક ચાલક રાજેશસિંગને પગ તથા શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.

આ જ અકસ્માતના સ્થળે એક કલાક બાદ અન્ય અકસ્માત થયો હતો. ઉચ્છલ તાલુકાના જાંબલિ ગામના મજુર શિવાભાઈ મોદિયાભાઈ ગામીત (૪૦) પરિવાર સાથે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે મોટા પાઇપ ભરી પસાર થતી ટ્રક નંબર(જીજે-૫યુયુ-૯૫૩૧)ના ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારી શિવાભાઈને અટડફેટમાં લીધા હતા. જેમાં તેમને પગ તથા પેટના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ વાનમાં પ્રાથમિક સરવાર આપ્યા બાદ કટોકટ સ્થિતિમાં સુરતની નવી સિવિલ ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.