- આગની ઘટનામાં કોઈ ખુવારી નહીં થઈ હોવાનું આઈઓસીનું જુઠ્ઠાણું આખરે ઉઘાડું પડ્યું
- ત્રણના મૃતદેહ મળ્યા, એક લાપતા, અન્ય સાત કામદારોનો પણ પત્તો નથી
- ૧૬-૧૬ કલાક સુધી આઈઓસી સત્તાધીશોએ દુર્ઘટના સમયે ટાંકી પર કામદારો હોવાની વાત છુપાવી
હજીરા પટ્ટી પરના કવાસ ગામ ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સ્ટોરેજ ટાંકીઓમાં શનિવારે લાગેલી ભયાનક આગમાં અધિકારીઓની ગુનાહિત બેદરાકારીના કારણે ૩ કામદારોના મોત નીપજ્યાં છે તથા એક શ્રમિક હજુ લાપત્તા છે. આ ચાર જણા ઉપરાંત ૨થી ૩ શ્રમિકો હજુ પણ લાપતા હોવાની આશંકા છે. જોકે, શનિવારે કંપનીના અધિકારીઓએ સત્તાવાર મુલાકાતમાં એક પણ ઇજાગ્રસ્ત કે મોત ન હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું, જે રવિવારે પણ જોરી રાખી મૃતક આંક છૂપાવવાની કોશિશ કરી હતી. સરકારી સત્તાધીશોએ ૪ના મોતનો સત્તાવાર આંક જાહેર કર્યા બાદ પણ કંપની સત્તાવાર આંક બે જ હોવાનો દાવો કરતી હતી.
આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો.