ઓગસ્ટના અંતમાં પાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા જોતા શાસકો તથા તંત્રે જાહેર બાંધકામ સમિતિમાં રજુ કરેલા બીઆરટીએસ પ્રોજેક્ટ માટે R ૯ કરોડના ખર્ચે ૨૧ અધ્યતન બસ સ્ટોપ સાથે કુલ R ૨૭ કરોડના માર્ગવિકાસ સહિતનાં કામોને મંજુરી આપી દીધી છે.
ઓગસ્ટ મહિનાના અંતમાં પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની રાજકીય ગણતરીને આધારે બુધવારે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ થાય તે માટે R ૯ કરોડના અધ્યતન ૨૧ બસ સ્ટોપ સાથે રસ્તા સહિતના કુલ R ૨૭ કરોડના અંદાજોને મંજુરી આપવામાં આવી છે.
આ બસ સ્ટોપની લંબાઈ ૬૪.૬૫ મીટર તથા પહોળાઈ ૪.૫ મીટરની હશે. વિક્લાંગ, સિનિયર સિટિઝન્સ માટે ઇલે. રેમ્પ, વિદેશી મટીરિયલનો ઉપયોગ કરી આ નવા બસ સ્ટેન્ડ તૈયાર કરાશે.
આ સાથે જે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન શશિકાંત દાળિયા તથા તેમની ટીમે R ૮.૦૪ કરોડના રસ્તા કાર્પેટ- રિકાર્પેટ તથા R ૭.૦૨ કરોડના ખર્ચે રસ્તાના મેટલ ગાઉટિંગ વગેરે કામોના અંદાજોને મંજુરી આપી દીધી છે.