DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> 20 Thousand Paid For Handicapped Time To Time Not
૨૦ હજાર ચૂકવ્યા છતાં વિકલાંગને સમયસર માહિતી ન મળી
DB Gold, Surat | Jul 01, 2012, 01:02AM IST

ટ્રસ્ટના હિસાબોની વિગતો માગતી આરટીઆઈ હેઠળની અરજીની સમયસર અને પૂરતી માહિતી ન આપી અને રૂપિયા ૨૦ હજાર રાખી લીધા
પાલિકાએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટને વિકલાંગોના વિકાસ અને ઉત્કર્ષ માટે ૩૦ વર્ષનાં પટ્ટેથી ઉમરા ખાતેની જમીન આપી હતી, ટ્રસ્ટના સંચાલકોએ બેન્ક્ર્સ હાર્ટ ઇન્સ્ટિટયૂટને ફાળવેલી જમીનનો વિવાદ સર્જાયો છે ત્યાં ટ્રસ્ટ સામે એક વિકલાંગના માહિતી અધિકારના રૂ. ૨૦ હજાર પરત નહીં આપવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
વરાછા ખાતે રહેતાં વિનોદ વલ્લભભાઈ સાનેપરાએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ વિશે કેટલીક માહિતી માંગતા જે માટે રૂ ૨૦ હજાર લેવાયા પરંતુ ૩૦ દિવસની અંદર યોગ્ય માહિતી ન અપાઈ અને નાણાં પણ નથી અપાતા તેવું સાનેપરાનું કહેવું છે.
ટ્રસ્ટ અને સરકારી તંત્ર વચ્ચે વિકલાંગની દડમજલ
વિ નોદભાઈએ ૧૨-૧-૨૦૧૨ના રોજ માહિતી માટેની પહેલી અરજી નિયામક કચેરી ગાંધીનગરને કરી હતી. જેમાં વિનોદભાઈએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટના હિસાબો માગ્યા હતાં. જેમાં મેડિકલ, ભોજન, ગણવેશ, પ્રવાસ, પગાર, પરચુરણ ખર્ચ, રમત-ગમત,સાંસ્કૃતિક કાર્યક્રમ,સંસ્થાનું ભાડું, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ફર્નિચર ખરીદી, બેન્ક એકાઉન્ટ વગેરે ખર્ચ અને હિસાબો માંગ્યા હતાં. જેનો જવાબ નિયામક કચેરીએ ૨૪-૧-૨૦૧૨ના રોજ આપ્યો હતો.
જેમાં કહ્યું હતું કે તમે માગેલી માહિતી ડિસેબલ ટ્રસ્ટે આપવાની થાય છે એટલે અમે ડિસેબલ વેલફેર ટ્રસ્ટને આ માહિતી આપવા માટે જાણ કરી દીધી છે. ત્યારબાદ ૧-૨-૨૦૧૨ના રોજ ડિસેબલ વેલફેર ટ્રસ્ટે વિનોદભાઈને પત્રને લખીને જણાવ્યું કે તમને માહિતીના પેજ ૧૦,૪૨૯ આપવાના થાય છે. જેની કોપી દીઠ બે રૂપિયા લેખે રૂ ૨૦,૮પ૮ સંસ્થામાં આવી ભરી જવા. આ પત્ર મળ્યા બાદ તા. ૬-૨-૨૦૧૨ના રોજ ૨૦૮પ૮ નો આઇડીબીઆઈ બેંકનો ચેક નંબર-૧૧૮૪૨૭ વિનોદભાઈએ નિયામક કચેરીને મોકલી આપ્યો હતો.
૧૬-૨-૨૦૧૨ના રોજ વિનોદભાઈએ પત્ર લખી ગાંધીનગર નિયામક ( સમાજ સુરક્ષા ખાતું) ને જાણ કરી જાણ કરી કે ' મારી માંગેલી માહિતીના ૩૦ દિવસ પુરા થઈ ગયા છે હજી મને માહિતી મળી નથી. તો મારા ભરેલા રૂ. ૨૦,૮પ૮ પરત કરવા અને માહિતી મને જલદી પુરી પાડવી. આ દરમિયાન ડિસેબલ વેલફેર ટ્રસ્ટ તરફથી કોઈ જવાબ ન મળતાં વિનોદભાઈએ ૨૮-૨-૨૦૧૨ના રોજ એક પત્ર ફરી એકવાર નિયામક, સમાજ સુરક્ષા ખાતાને લખ્યો હતો અને માહિતી ન મળી હોવાની વિગતો જણાવી હતી.
ત્યારબાદ ૨-૩-૨૦૧૨ના રોજ માહિતી મળી હતી પરંતુ વિનોદભાઇના કહવા અનુસાર આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી હતી. નિયમ અનુસાર આ માાહિતી ૩૦ દિવસમાં પુરી પાડવાની હતી, પરંતુ તે માહિતી ૪૯ દિવસે પુરી પાડવામાં આવી. તેથી વિનોદભાઈએ તા.પ-૩-૨૦૧૨ના રોજ નિયામકને ફરી એકવાર પત્ર લખ્યો અને જણાવ્યું કે માહિતી અધુરી મળી છે અને મારા ચેકની રકમ હજી મળી નથી.
આ બંને વસ્તુઓ આપવા આવે. ત્યારબાદ પણ નિયામક જોડે પત્ર વ્યવહાર ચાલુ રહ્યો હતો. પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન મળતા કંટાળેલાં વિનોદભાઈએ રાજયના માહિતી આયોગને તા.૧-૩-૨૦૧૨ના રોજ અપીલ કરી સમગ્ર વિગત જણાવી હતી. આ પત્ર બાદ માહિતી આયોગે નિયામકને પત્ર લખી ઓર્ડર કર્યો કે વિનોદભાઈને ૩૦ દિવસમાં સાંભળી યોગ્ય ન્યાય કરવો. તા.૨પ-૬-૨૦૧૨ના રોજ ગાંધીનગર નિયામકે વિનોદભાઈને ગાંધીનગર બોલાવી સાંભળ્યા. પણ સંતોષકારક જવાબ ન મળ્યો ને ધક્કાં ખવડાવ્યાં તેવું વિનોદભાઈએ ડીબી ગોલ્ડને કહ્યું હતું.
શું કહે છે કનુભાઈ ટેલર?
સવાલ : વિનોદભાઈના કહેવા મુજબ તમે સમયસર અને યોગ્ય માહિતી આપી નથી, તો તમને તેમના રૂપિયા પાછા કેમ આપતા નથી?
કનુભાઈ : તેઓ અપીલમાં ગયા હતા અને આ કેસ હજુ ચાલી રહ્યો છે.
સવાલ : માહિતી આયોગે ઓર્ડર કર્યો છે કે વિનોદભાઈને સાંભળીને યોગ્ય નિર્ણય કરવો, તેનું શું થયું?
કનુભાઈ : આયોગ નક્કી કરે છે તે મુજબ જ કામ કરીશું. જો રૂપિયા ચૂકવી આપવાનું જણાવવામાં આવશે તો રૂપિયા આપી દઈશું અને જો ના પાડે તો નહીં આપીશું.






