DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
મહુવામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો
Bhaskar News, Mahuva | Jul 10, 2012, 01:00AM IST

ધોધમાર વરસાદના પરિણામે ખેડૂતોમાં ખુશીના લહેર વાવણી કામમાં જોતરાયા
મહુવા તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રો સહિત તમામ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સોમવારના રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો. મેઘરાજાની ધમાકેદાર શરૂઆત જોઈ ધરતીપુત્રો વાવણી કામમાં જોતરાઈ ગયા હતાં. ઉપરાંત બપોર દરમિયાન ધોધમાર વરસાદ વરસતા નિશાળેથી છુટતા બાળકોએ પણ વરસાદમાં ભીંજાવાની મઝા માણી હતી.
મહુવા તાલુકામાં મેઘરાજાએ ચાલુ સિઝને મોડી શરૂઆત કરતાં ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા હતાં. જુલાઈ માસની શરૂઆત થતા જ મેઘરાજા ધરતીપુત્રો પર પ્રસન્ન થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી મેઘરાજા મહુવા તાલુકામાં મન મુકીને વર્ષી રહ્યાં છે અને વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રો પણ આનંદિત થઈ ગયા છે.
આ ઉપરાંત તાલુકામાં પીવાના પાણીની તંગીની વિકટ સમસ્યા પણ દૂર થતાં તાલુકામાં પીવાના પાણીની તંગીની વિકટ સમસ્યા પણ દૂર થતાં તાલુકાની જનતા આનંદિત થઈ ગઈ છે. સોમવારે ૯ જુલાઈના રોજ વહેલી સવારથી મહુવા તાલુકામાં ધોધમાર મેઘ મહેર થઈ હતી.
અંદાજિત ત્રણ કલાક વર્ષેલ ધોધમાર વરસાદના પરિણામે ઠેરઠેર જળબંબાકાર થઈ ગયો હતો. વરસાદનું આ રૌદ્ર સ્વરૂપ જોઈ ઘણા વાહનચાલકોએ વાહન હંકારવાનું પણ ટાળ્યું હતું. અંદાજિત ત્રણ કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શાળા છુટવાના સમયે વરસાદ થતાં બાળકો પણ વરસાદમાં ભીંજાવાની મઝા પડી હતી. ચાલુ સિઝનને મહુવા તાલકામાં આજદિન સુધીમાં કુલ ૧૬૩ મિ.મી. વરસાદ નોંધાયો છે.






