R ૬.૫૩ લાખની ચીલ ઝડપ - 6.53 lakh of robbery in Dungari of Valsad - www.divyabhaskar.co.in" /> ડુંગરીમાં સેન્ટ્રલ બેંકનાં પગથિયાં પરથી <span class="r_smb">R</span> ૬.૫૩ લાખની ચીલ ઝડપ - 6.53 lakh of robbery in Dungari of Valsad - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ડુંગરીમાં સેન્ટ્રલ બેંકનાં પગથિયાં પરથી R ૬.૫૩ લાખની ચીલ ઝડપ

 
Source: Bhaskar News, Dungri   |   Last Updated 2:13 AM [IST](22/11/2011)
 
 
 
 
 
-પેટ્રોલપમ્પના માલિક બેંકમાં નાણાં જમા કરાવવા જતાં હતા
-અજાણ્યો શખ્સ નાણાં ભરેલી બેગ આંચકી બાઇક સવાર સાથે ફરાર : શોધખોળ જારી


વલસાડ નજીક ડુંગરી ખાતે એક પેટ્રોલ પમ્પના માલિક સોમવારે સવારે લિંક રોડ ઉપર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં નાણા જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે પ્રથમમાળે આવેલી બેંકના પગથિયા ચઢવા જતાં અચાનક એક અજાણ્યો ઇસમ તેમના હાથમાંથી R ૬.૫૩ લાખ ભરેલી બેગ આંચકી ભાગી છુટયો હતો. બેંકના કમ્પાઉન્ડમાં બાઇક લઇને ઉભેલા અન્ય એક શખસની પાછળ બેસીને બન્ને ઇસમો પોબારા ભણી હતા. આ બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી.

વલસાડના તિથલ રોડ ખાતે રચના સોસાયટીમાં રહેતા બિપીનચંદ્ર નટવરલાલ દેસાઇ ડુંગરી ખાતે હાઇવે ઓવર બ્રિજ નજીક રણછોડ ઓટોમોબાઇલ્સ પેટ્રોલ પમ્પ ચલાવે છે. સોમવારે સવારે ૯ વાગ્યે તેઓ પોતાના પેટ્રોલ પમ્પ પહોંચ્યા હતાં.પેટ્રોલ પમ્પનું કરંટ એકાઉન્ટ ડુંગરી લિંક રોડ ઉપર માતૃછાયા કોમ્પ્લેક્ષના પ્રથમમાળે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ચાલે છે.

ગત શનિવાર અને રવિવારના વકરાના R ૬.૫૩ લાખ રોકડા બેગમાં મૂકી તેઓ સવારે ૧૦:૪૫ વાગે પોતાની કાર નં.જીજે.૧૫.સી.એ. ૨૪૯૩ લઇને બેંકમાં પહોંચી ગયા હતા. તેઓ નાણા ભરેલી બેગ લઈ બેંકના પ્રથમ માળે જવા દાદર ચઢી રહ્યા હતા ત્યારે અચાનક એક ઇસમે પાછળથી આવી તેમના હાથમાંથી બેગ આંચકી ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ બિપીનભાઇએ ચોર ચોરની બૂમ પાડતા અજાણ્યો ઇસમ બેગ ખેંચી લઇ બેંકની સામે રોડ ઉપર નંબર વગરની મોટરસાયકલ લઇને ઉભેલા એક શખસ તરફ પૂરઝડપે દોડી ગયો હતો. તેની પાછળ બિપિનભાઇ પણ દોડી ગયા હતા.

જો કે,બિપીનભાઈ ત્યાં પહોંચે તે પહેલાં જ આ ઇસમ બાઇકની પાછળની સીટ ઉપર બેસી બાઇક ઉપર પૂરઝડપે નાસી છુટયા હતા. આ બનાવની જાણ ડુંગરી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આ અંગે બિપીનચંદ્ર દેસાઇએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બ્લેક જેકેટ પહેરેલા ઇસમની હિલચાલ શંકાસ્પદ હતી: ડીએસપી

વલસાડ ડીએસપી ડી.બી.વાઘેલાએ જણાવ્યું કે, આ બનાવ ચીલઝડપનો છે. ડુંગરી લિંકરોડ જેવા ભરચક વિસ્તારમાંથી ભાગી છુટેલા આ અજાણ્યા ઇસમોને લોકો દ્વારા પકડી શકાયા હોત, પરંતુ કમનસીબે આ થઇ શક્યું નથી. બીજી તરફ કોરિડોરમાં વોચમેને બ્લેક જેકેટ પહેરેલા ઇસમની હિલચાલ પારખી લેવાની જરૂર હતી. કોરીડોરમાં ૧૫થી ૨૦ માણસોની અવરજવર હતી. જ્યારે નીચેના ભાગે શોપિંગ સેન્ટર હોવાને લઇ આ વિસ્તાર ભરચક હતો. જો બેંકના કર્મચારીઓએ પણ બૂમા બૂમ કરી હોત તો નીચેના શોપિંગ સેન્ટરના માણસો પણ દોડીને આ ઇસમોનો પીછો કરી શક્યા હોત.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.