Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ઘેનવાળી બિસ્કિટ ખવડાવી ગઠિયો ૨૮ હજાર તફડાવી ગયો

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:15 AM [IST](30/07/2010)
 
 
 
 
 
વલસાડ ખાતે એસટી બસમાં મુસાફરી દરમિયાન માર્કેટિંગ એક્ઝિકયુટિવ બની મુસાફરને છેતરી ગયો

વલસાડના ફલધરા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા મોબાઇલના વેપારી અમદાવાદથી પરત એસટી બસમાં વલસાડ આવી રહ્યા હતા. ત્યારે ચીખલી ડેપો ઉપરથી મુસાફરી દરમિયાન એક અજાણ્યા શખસ સાથે મુલાકાત થઇ હતી. તેણે પોતાની ઓળખ બિસ્કીટ અને ચોકલેટના માર્કેટિંગ કરનાર તરીકે આપી હતી. આ દરમિયાન બિસ્કીટનો ટેસ્ટ કરવા માટે આગ્રહ કરી બિસ્કીટ ખવડાવી હતી. જેમાં કેફી દ્રવ્ય હોવાથી વલસાડનો રહીશ બેભાન થઇ જતા છેતરનાર ગઠિયો R ૨૯ હજારની મતા ચોરી ફરાર થઇ ગયો હતો.

ફલધરામાં નિશાળ ફળિયા ખાતે રહેતા વિકેશ બાબુભાઇ પટેલ ૨૫મી જુલાઇના રોજ દુકાન માટે ચાઇના મોબાઇલ ખરીદવા અમદાવાદના કાલુપુર ખાતે ગયા હતા. પરંતુ ચાઇના મોબાઇલના નંગ ન મળતા છેવટે તેમણે કોરી સીડી કેસેટ ખરીદ હતી. ત્યારબાદ વિકેશ પટેલ ખેરાલુથી વલસાડ તરફ આવતી બસમાં મુસાફરી કરી રહ્યો હતો.

બસ સુરત ડેપો ઉપર થોભી ત્યારે વ્હાઇટ શર્ટ અને ટાઇ પહેરેલો શખસ વિકેશની બાજુની સીટ ઉપર બેઠો હતો. નવસારી આવ્યુ ત્યારે આ શખસે વિકેશને પૂછયુ હતુ કે, તું શું કરે છે? ત્યારે વિકેશે જવાબ આપ્યો કે, હું ઘરે જ છું. એમ કહેતા ઠગ ભગતે પોતાની ઓળખ બિસ્કીટ અને ચોકલેટ કંપનીના માર્કેટિંગ એકઝીકયુટીવ તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, તમે પણ આવી બિસ્કીટ વેચી પૈસા કમાઇ શકો છો, ત્યારબાદ ચીખલી ડેપો ઉપર બસ આવી પહોંચી હતી. બસ ઉપડ્યાની સાથે જ તે શખ્સે વિકેશને ક્રમીવાળી બસ્કિીટ ખવડાવી હતી. જે ખાવાથી થોડા સમય બાદ ભાન રહ્યુ ન હતુ.

આ તકનો લાભ ઉઠાવી ગઠિયો રોકડા R ૧૦ હજાર, R એક હજારનો મોબાઇલ, R ૧૭ હજારની સોનાની ચેઇન મળી કુલ R ૨૮ હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. વલસાડ પહોંચ્યા બાદ કેટલાક પેસેન્જરોએ તેમને સારવાર અર્થે બેભાન હાલતમાં કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડયા હતા.

આમ, હમણાં તો માર્કેટિંગ એક્ઝિક્યુટિવની વાક છટામાં પ્રભાવિત થનારા વેપારીને ૨૮ હજાર જેવી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. બેભાન થયેલા વેપારીને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.