Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad >> 2 Inch Rain In Valsad

વલસાડમાં મેઘ મહેરબાન, બે ઇંચ

Bhaskar News, Valsad | Jun 17, 2012, 03:26AM IST
 
 

પારડી ૭ મીમી, ઉમરગામ ૧૨ મીમી અને ધરમપુરમાં ૪ મીમી વર્ષા થતાં લોકોએ ઠંડક અનુભવી

દક્ષિણ ગુજરાત સહિ‌ત વલસાડ જીલ્લામાં ૭મી જૂને ચોમાસું બેઠા બાદ કપરાડા તાલુકામાં બે થી અઢી ઇંચ વરસાદ થયો હતો, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં સતત ઉકળાટ અને બફારા વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડયા હતા. છેલ્લા બે દિવસથી સવારે અને સાંજે આકાશમાં પૂર્વ દિશાએ વાદળો ઘેરાતા શનિવારે વલસાડમાં મેઘરાજાની મહેર થઇ હતી. વલસાડમાં સવારથી સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ફલડ કન્ટ્રોલ દ્વારા મળતી વિગત મુજબ વલસાડમાં સવારે ૭ વાગ્યે ૯ મીમી, ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ૨૮ મીમી અને સાંજે ૬ થી રાત્રે ૮ વાગ્યાના અરસામાં ૧૪ મીમી મળી દિવસ દરમિયાન કુલ પ૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે પારડીમાં સાંજના સમયે ૭ મીમી, ઉમરગામમાં ૧૨ મીમી તથા ધરમપુરમાં બપોરે ૨ થી ૪ વાગ્યાના ગાળામાં ૪ મીમી વરસાદ
પડયો હતો.

વલસાડમાં બે ઇંચ વર્ષાથી માર્ગો ઉપર પાણીના ખાબોચિયા ભરાયા હતા. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી. મોગરાવાડી રેલવે ગરનાળું વરસાદી પાણીના નિકાલના અભાવે ઉભરાતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગરનાળામાંથી પસાર થતાં દ્વિચક્રીય વાહનો પણ પાણીમાં ખોટકાયા હતા.

શનિવારે વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વરસેલા વરસાદને લઇ ગરમીથી શેકાતા લોકો તેમજ પશુ પંખીઓમાં પણ આનંદ છવાઇ ગયો હતો. વહેલી સવારથી જ શરૂ થયેલા દેમાર વરસાદને લઇ શાળાએ જતાં બાળકો પણ વરસાદથી ભીંજાઇ જતાં જોવા મળ્યા હતા.

બે દિવસના ઉકળાટ પછી ફરી છૂટો છવાયો વરસાદ

વાપી શહેરને ચારે તરફથી વરસાદના પગલે માત્ર રાહ જોવાનો વારો આવ્યો છે. જ્યાં મુંબઈ અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, ત્યાં માત્ર એકલ-દોકલ વરસાદી છાંટાના પગલે માત્ર ગરમી પછીની ઉકળાટમાં વધારો થયો છે. જો કે, શનિવારે સવારે વાતાવરણ બદલાતાં લોકોને ગરમીમાંથી કંઈક રાહત મળી હતી. સવારથી વાદળ છાયું વાતાવરણ રહેલા જિલ્લાના અનેક વિભાગોમાં છૂટો છવાયો વરસાદ પડયો હતો. તો બીજી તરપ માત્ર આ છૂટા છવાયાં છાંટણાંથી જ નગરપાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી. આ સાથે વીજ વિભાગ દ્વારા પણ વરસાદની મોસમથી બચવા માટે કોઈ તૈયારી કરવામાં આવી ન હોવાનું ઘણા સ્થળોએ પુરવાર થયું હતું. વાપીમાં તો લધુત્તમ તાપમાનનો પારો ૨૬ ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ માત્ર ૩.૪ મિમી વરસાદ ખાબક્યો હતો. જેથી લોકો ભારે ઉકળાટથી ત્રાસી જઈ પંખા અને એસીવાળી ઓફિસ કે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment