. સાંસરોદ કુમાર શાળા તેમજ કન્યા શાળાના સંયુકત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી. ધ્વજવંદન વિધિ કન્યા શાળાનાં અલ્તાફ સાલેહનાં હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસરોદ સરપંચ હાફેઝી ઇબ્રાહીમ જમીદાર,કમિટિ સભ્યો, વિદેશથી પધારેલાં અગ્રણીઓ ગામના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને ઇનામની લહાણી
કરી હતી. શાળામાં ઉપલા ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને ગામનાં સઇદ અદા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. સલીમ પટેલ તથા યાસ્મીનબેન પટાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભારવિધિ મકસુદ પટેલે કરી હતી.