અંકલેશ્ર્વર શહેર પોલીસે બે અલગ અલગ વિસ્તારમાં દરોડાં પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયા સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસે બુટલેગરો પાસેથી કુલ ૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ૧.૨૫લાખનો મુદ્દામાલ જ’ કર્યો હતો.
અંકલેશ્ર્વર શહેર પોલીસ મથકના ઇન્સ્પેકટર અભિજીતસિંહ પરમારે વિદેશી દારૂનો વેપલો કરનારા ઉપર તવાઇ બોલાવી હતી. માહિતીના આધારે સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલ કનુભાઇ ધુળાભાઇ તેમજ સ્ટાફના માણસો સાથે સેલાડવાડ વિસ્તારમાં વોચ ગોઠવી રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઇ આવતાં કુખ્યાત બુટલેગર બાઉલ સુરજ રજવાડી ( રહે. ટાંકી ફળીયા) તેમજ અલ્પેશ વસંતલાલ હલદરીયા (રહે. કરોડીયાવાડ) ને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી રીક્ષામાં વિદેશીદારુની નાની મોટી બોટલો મળી કુલ ૧૫૬૦૦ તેમજ એક રીક્ષા મળી કુલ ૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મુંબઇના વી. ટી. કોલેજ રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થાની ખેપ મારી આવનાર કાંતીલાલ બેચર પ્રજાપતિ અંકલેશ્ર્વરના ગાૈતમ પાર્કના બુટલેગર બાબુ છોટાલાલ મોદીને આપવા જતાં રંગે હાથ ઝડપી પાડÛો હતો. પોલીસે તેની પાસેથી કુલ ૧૦ હજારનો મુદ્દામાલ ઝ’ કર્યો હતો.