Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ધોરણ-૧૦ નો વિદ્યાર્થી રહસ્યમય સંજોગોમાં લાપતા

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 4:12 AM [IST](31/07/2010)
 
 
 
 
 
વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા દુલસાડનો ૧૫ વર્ષીય કિશોર શાળાએ અભ્યાસ કરવા ગયા બાદ છેલ્લા પાંચ દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા છે. વલસાડના દુલસાડ ગામમાં મારવડ ફિળયા ખાતે રહેતો વિનોદભાઇ નટુભાઇ ધો. પટેલનો ૧૫ વર્ષીય પુત્ર સુનિલ ગામની શાળામાં જ ધો-૧૦ માં અભ્યાસ કરતો હતો.

૨૬મી જુલાઇના રોજ સવારે ૯-૩૦ કલાકે સુનિલ રાબેતા મુજબ સ્કૂલે જવા નીકળ્યો હતો. પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી પણ કોઇ પત્તો લાગ્યો ન હતો. ઘરમાં તપાસ કરતા સુનિલની બે જોડી કપડાં અને ટુવાલ નજરે ચઢયો ન હતો. જેથી બે જોડી કપડાં અને ટુવાલ સુનિલે સ્કૂલ બેગમાં ચોરી છુપીથી મૂકી દઇ ક્યાંક ચાલતી પકડવાનો કે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે એવું પોલીસ અનુમાન લગાવી રહી છે.

જ્યારે બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી પોતાનો લાડકવાયો પુત્ર સુનિલનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોમાં અનેક પ્રકારની શંકાકુશંકાઓ જન્મવા પામી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.