ઓળખો કોણ...આ એક્ટ્રેસે આજ સુધી નથી કર્યું આઇટમ સોંગ!
Divyabhaskar.com | Jul 10, 2012, 10:57AM IST

બોલીવૂડની ફિલ્મો અને આઇટમ નંબર્સનો સંબંધ બહુ ઊંડો છે. હવે ખૂબ લોકપ્રિય હિરોઇનો પણ આઇટમ સોંગ્સ પર ઠુમકા લગાવતી દેખાય છે. બોલીવૂડમાં એક હિરોઇન એવી પણ છે, જેણે આજ સુધી ક્યારેય આઇટમ સોંગ નથી કર્યું.
બોલીવૂડમાં આ એક્ટ્રેસ એ અમુક જ અભિનેત્રીઓમાંથી છે, જેમણે આજ સુધી કોઈ આઇટમ સોંગ નથી કર્યું. આ એક્ટ્રેસને આઇટમ શબ્દ જ પસંદ નથી. ડાંસ નંબર કરવામાં તેને વાંધો નથી, પણ તે આઇટોમ સોંગને જરૂરી નથી માનતી. આ એક્ટ્રેસ ક્યારેય હારથી નિરાશ પણ નથી થતી.
આઇટમ સોંગ્સ વિશે પૂછતાં તે જણાવે છે, ‘સૌથી પહેલા જણાવી દઉં કે મને આઇટમ શબ્દ જ પસંદ નથી. આ બહુ હલકો શબ્દ છે, એવું નથી કે હું આઇટમ સોંગ્સની વિરુદ્ધમાં છું. મને લાગે છે કે કોઈ એક્ટ્રેસ આઇટમ સોંગ કરે તો જ તે સકસેસફૂલ બને તેવું જરૂરી નથી. મારી ફિલ્મની ડીમાન્ડ હશે અને ડાયરેક્ટર મને સ્પેશિયલ નંબર કરવાનું કહેશે તો હું કરીશ, પણ મને કારકિર્દીમાં સફળતા માટે તેની જરૂર નથી લાગતી.






