PHOTOS: સમય પણ નથી ભૂલી શક્યો આ Bollywood Divas!
Divyabhaskar.com
| Jul 07, 2012, 13:05PM IST

બોલીવૂડના ઘણા બધા ચહેરા એવા છે, જે સમય વીતવા છતાં ભૂલી શકાય તેમ નથી. મધુબાલાની મીઠી સ્માઇલ હોય કે પછી શર્મિલાની કામણગારી આંખો હોય, આજે પણ આંખ બંધ કરતાં આપણી સામે એ તસવીર ઝળહળી ઊઠે છે.
બેસ્ટ અપીલિંગ એક્ટ્રેસ ઝીનત અમાન હોય કે પછી સૌની ડ્રીમ ગર્લ હેમા માલિની આપણાં મન પર આજે પણ તે એક્ટ્રેસની ઈમેજ અકબંધ છે.
બહુ ઓછા સમયમાં ઊંડી છાપ છોડી જનારી સ્મિતા પાટિલ હોય કે બોલીવૂડ લીજેન્ડ રેખા- આ એક્ટ્રેસિસ બોલીવૂડમાં એક્ટિંગનો એવો એકડો ઘૂંટી ગઈ છે, જે આજના સમયની આંગળીના વેઢે ગણી શકાય તેટલી અભિનેત્રીઓ પણ નથી કરી શકી.
આજે આપણે બોલીવૂડની ઓલટાઇમ દિવાની એક ઝલક જોઈએ, તસવીરોમાં...





