2012ના જુલાઇ મહિનામાં ‘ટ્વિલાઇટ’ની સ્ટાર જોડી રોબર્ટ પેટ્ટીસન અને ક્રિસ્ટિન સ્ટુઅર્ટના રિયલ લાઇફ પ્રેમપ્રકરણને મોટો આંચકો લાગ્યો હતો કારણ કે ત્યારે ક્રિસ્ટિનના તેની એક ફિલ્મના ડિરેક્ટ અને મોડેલ લિબર્ટી રોસને પરણેલા એવા પરિણીત રૂપર્ટ સેન્ડર્સસ સાથેના શોકિંગ અફેર્સના ફોટા જાહેર થઈ ગયા. આ બન્નેને એકાંતમાં રજા ગાળતી વખતે કારમાં તેમજ બ્રિજ પર એકબીજાનું પ્રગાઢ સાનિધ્ય માણતા ફોટા જાહેર થતા મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો.
આ ફોટા જોઈને પહેલાં તો કોઈને વિશ્વાસ જ ન થયો કે ક્રિસ્ટિન જેવી હાઇપ્રોફાઇલ એક્ટ્રેસ આવા અફેર જેવી સ્ટુપીડ ભુલ કરી શકે છે. આ ઘટના પછી ક્રિસ્ટિને જાહેરમાં રોબર્ટની માફી માગી હતી અને તે માત્ર તેને જ પ્રેમ કરે છે એવો એકરાર પણ કર્યો હતો. આ ઘટનાને કારણે રોબર્ટનું દિલ તુટી ગયું હોવા છતાં તેણે જાહેરમાં ગરીમાપુર્ણ મૌન જાળવ્યું હતું અને કોઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું હતું. તેણે એકવાર તો ક્રિસ્ટિન સાથે ફરીથી સંબંધો શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા, પણ એમાં સફળતા ન મળતા આખરે તેમના સંબંધોનો અંત આવી ગયો છે.
Image Courtesy:
http://kristen-stewart-photo.blogspot.in/2012/08/kristen-stewart-and-rupert-sanders.html