સાઉથના ફિલ્મી સર્કલમાં એવી જોરદાર ચર્ચા છે કે કમલ હાસન અને શ્રીદેવી દાયકાઓ પછી ફરીવાર સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ જોડીની ‘સદમા’એ દર્શકો અને વિવેચકોની સારી એવી પ્રસંશા મેળવી હતી. ચર્ચા છે કે હવે હાલમાં કમલ હાસન એક સમયની તેની ખાસ સાથીદાર ગણાતી શ્રીદેવી સાથે કામ કરવા માટે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
સામા પક્ષે લાંબા બ્રેક પછી શ્રીદેવીએ પણ ડિરેક્ટર ગૌરી શિંદેની ‘ઇગ્લિંશ વિંગ્લિશ’થી બોલીવૂડમાં પુનરાગમન કર્યું છે અને આ સંજોગોમાં ફરી શ્રીદેવી અને કમલ હાસનની જોડી ફરીથી જોવા મળે એવી પ્રબળ સંભાવના છે.
શ્રીદેવી અને કમલ હાસનની રિલેશનશીપની હકીકત જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...