ડેટિંગ કરી રહ્યા છે સલમાન અને બિપ્સ!
Divbyabhaskar.com
| Jul 24, 2012, 18:18PM IST

એ વાત તો સૌ જાણે છે કે બોલીવૂડના દબંગ એટલે કે સલમાન ખાનની ગર્લફ્રેન્ડનું લિસ્ટ ખૂબ લાંબુ રહ્યું છે. લાગે છે કે તેમાં ટૂંક સમયમાં એક વધુ નામ સામેલ થવાનું છે અને તે છે બોંગ બેબ બિપાશા બાસુનું.
ખબર છે કે તાજેતરમાં તેઓ મુંબઈ ખાતે બાંદ્રાની એક રેસ્ટોરાંમાં સાથે ડિનર કરતા જોવા મળ્યા છે. આ ખબરની પુષ્ટિ કેટલાય લોકોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પણ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે બિપાશાને સોહેલ ખાનની આવનારી ફિલ્મ શેર ખાન માટે સાઇન કરવામાં આવશે.
આ પહેલા બંને 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’માં સાથે કામ કરી ચૂક્યા છે. એ તો સૌને ખબર છે કે બંને થોડા સમયથી સિંગલ છે તો બની શકે કે બંને વચ્ચે કોઈ ખીચડી રંધાઈ રહી હોય. એવુ પણ બની શકે તે બિપ્સ પોતાના એક્સ બોયફ્રેન્ડ જોનને ભૂલવા માટે સલમાન સાથે પ્રેમ કરવા માંગતી હોય.





