બોલીવૂડમાં છેલ્લા ચાર દાયકાથી કપૂરપરિવારનું સામ્રાજય પ્રવર્તી રહ્યું છે અને આ પરિવારની દરેક પેઢીના સભ્યોએ બોલીવૂડની ગ્લેમરસ દુનિયામાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. આ કારણોસર જ્યારે રાજ કપૂરની પૌત્રીઓ અને રણધીર કપૂર-બબીતાની દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરે પણ ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો ત્યારે તરત જ તેઓ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી.
કરિશ્મા અને કરીના બન્ને અલગ-અલગ સમયગાળામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હોવાના કારણે તેમની વચ્ચે ક્યારેય સીધી પ્રોફેશનલ સ્પર્ધા નથી રહી અને આખા પરિવારમાં આ બન્નેની ગણતરી પ્રેમાળ બહેનો તરીકે થાય છે.
મોટી બહેન કરિશ્માને હંમેશા નાની બહેન કરીના પર બહુ પ્રેમ રહ્યો છે અને કરીના પણ બહેનના પ્રેમની એટલી જ કદર કરે છે. આ કારણોસર કરિશ્મા અને કરીના બન્નેને જાહેરમાં ઘણીવાર એકબીજાની પ્રસંશા કરતા સાંભળવામાં આવે છે.
તો ચાલો ફેરવીએ કરિશ્મા અને કરીનાના ગાઢ બોન્ડિંગ પર પ્રકાશ ફેકતી કેટલીક rare and exclusive તસવીરો પર...