વેલેન્ટાઇન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના નેકસ્ટ દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીના દિવસે ભટ્ટ કેમ્પની ફ્રેન્ચાઇઝી ‘મર્ડર’ની સિરીઝની ત્રીજી ફિલ્મ ‘મર્ડર 3’ રિલીઝ થવાની છે. આ ફિલ્મથી સારા લોરેન નામની નવોદિત બોલીવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મમાં રણદીપ હૂડા, અદિતી રાવ હૈદરી અને સારા લોરેન કામ કરી રહ્યા છે. આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ ‘મર્ડર’માં ઇમરાન હાશ્મી અને મલાઇકા શેરાવતે, ‘મર્ડર 2’માં ઇમરાન હાશ્મી અને જેક્લીન ફર્નાન્ડિસે તેમજ ‘મર્ડર 3’માં ઇમરાન હાશ્મીના બદલે રણદીપ હૂડા તેમજ અદિતી રાવ હૈદરી અને સારા લોરેન કામ કરી રહ્યા છે.
આ ફિલ્મ રિલીઝ થવાના આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ફિલ્મના કલાકારો આના માટે બહુ ઉત્સાહી છે. સારાએ તો મહેશ ભટ્ટને સારું લગાડવા માટે ત્યાં સુધી કહી દીધું છે કે ભટ્ટ કેમ્પને લવમેકિંગ સીન ગ્રેસફુલી શૂટ કરતા બહુ સારી રીતે આવડે છે. જોકે આ ફ્રેન્ચાઇઝીના લવમેકિંગ સીન પર નજર ફેરવીએ તો એવું લાગે છે કે જાણે બધા એકબીજાની કોપી કરીને જ શૂટ કરવામાં આવ્યા હોય. આ તમામ ફિલ્મોના દ્રશ્યોમાં કોઈ જ તફાવત નથી દેખાતો.
‘મર્ડર’ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મોના હોટ સીન પર એક નજર ફેરવવા ક્લિક કરો સ્લાઇડ શો...