Advertisement
Home >> Celebs >> Controversies >> Kareena Kapoor And Priyanka Chopra To Get Into A T

પ્રિયંકા કે કરીના, કોણ નિભાવશે માતા સતીનો રોલ?

Divyabhaskar.com | Jul 10, 2012, 15:52PM IST
 
 

ફિલ્મના એક રોલ માટે પ્રિયંકા અને કરીના આવ્યાં આમને-સામને

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટીઝ વચ્ચે વિવાદ અને ઝઘડા તો સામાન્ય વાત છે. અહીંયા મોટે ભાગે આ બધું જોવામાં આવે છે. આ પ્રકારના વિવાદથી એક્ટર્સ કે ડાયરેક્ટર્સ કોઈ બચી શક્યા નથી. બોલીવૂડની મોટા ભાગની વ્યક્તિઓ કોઈને કોઈ વિવાદાસ્પદ તર્ક અને ઝઘડામાં ફસાઈ ચૂકી છે. આ વખતે આમને-સામને છે બોલીવૂડની બે ટોપ હિરોઇન્સ કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા.

વાસ્તવમાં એવું સાંભળવા મળ્યું હતું કે પ્રિયંકા અને કરીના એક રોલ માટે આમને-સામને છે. રોલ પણ જેવો-તેનો નહીં, સતી(શિવની પત્ની)નો છે. સતી સાથે ફિલ્મમાં શિવ તરીકે આવશે રીતિક રોશન. છે ને રસપ્રદ વાત! એ વાત તો સૌ જાણે છે કે પ્રિયંકા અને કરીના વચ્ચે કેવા સંબંધો છે. બંને એકબીજા સામે તીર છોડવાનો એક પણ મોકો ચૂકતા નથી.

વાસ્તવમાં વાત એવી છે કે ફિલ્મમેકર કરણ જોહરે નોવેલ ‘ઈમોર્ટલ્સ ઓફ મેલુહા’ પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ લીધા છે. ઘણાં બધા લોકો આ ફિલ્મમાં નોવેલના પાત્ર સતી અને શિવના રોલ માટે સ્ટાર્સનું અનુમાન લગાવી રહ્યા છે. ચારેય બાજુ આ માટે કરીના અને પ્રિયંકાના નામની ચર્ચાઓ તેમજ અફવાઓ પણ ઊડી રહી છે. વિદ્યા બાલન અને કેટરિના કૈફને પણ સતીની ભૂમિકા માટે કન્સીડર કરી શકાય તેમ છે.

વાસ્તવમાં લડાઈ તો બેબો અને પીસી વચ્ચે જ છે. કરીના કરણ જોહર કેમ્પની ફેવરેટ છે, જ્યારે પ્રિયંકાએ ફિલ્મ મેકર માટે બે હિટ ફિલ્મો આપી છે, જેની ક્રેડિટ તેને જ જાય છે. આથી હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ રોલ કોને મળે છે.
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment