15 ફેબ્રુઆરી, 1947ના દિવસે જન્મેલા રણધીર કપૂરનો આજે જન્મ દિવસ છે. મહાન શોમેન રાજ કપૂરનો મોટો દીકરો રણધીર અને એકટ્રેસ બબીતા ફિલ્મ 'કલ આજ ઔર કલ'ના શુટિંગ દરમ્યાન મળ્યા અને બંનેએ થોડાક દિવસોમાં એકબીજાની સાથે જિંદગી ગુજારવાનું નક્કી કર્યું. આખરે તેમણે 6 નવેમ્બર, 1971ના દિવસે લગ્ન કરી લીધા હતા. અંગત જીવનમાં બન્નેની જોડી સુંદર લાગતી હતી પણ 1974માં દીકરી કરિશ્મા અને 1980માં દીકરી કરીનાના જન્મ બાદ બન્ને વચ્ચે ખટરાગો શરુ થયા અને આખરે તેઓ અલગ પડયા છે. આ વાતને વર્ષો થઈ ગયા છે પણ રણધીર અને બબીતા છૂટાછેડા લીધા વિના પોતાની અલગ-અલગ જિંદગી જીવી રહ્યા છે.
કરિશ્મા અને કરીનાના તેના માતા-પિતા સાથે સંબંધ જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...