IBN18 Networkના એડિટર ઇન ચીફ રાજદીપ સરદેસાઈ અને CNN-IBNની ડેપ્યુટી એડિટર અને પ્રાઇમ ટાઇમ એન્કર સાગરિકા ઘોષનો ગણતરી ટોચના ભારતીય પત્રકારોમાં થાય છે. રાજદીપ અને સાગરિકાની મુલાકાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતી વખતે થઈ હતી અને ચાર-પાંચ વર્ષની કોર્ટશીપ પછી તેમણે 1994માં લગ્ન કરી લીધા હતા. રાજદીપ અને સાગરિકાને ઇશાન નામનો દીકરો અને તારિણી નામની દીકરી છે. આજે રાજદીપે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર જાહેરાત કરી છે કે તેના દીકરો ઇશાન આજે 18 વર્ષનો થઈ ગયો છે અને હવે તેને લાગે છે કે તેની ઉંમર પણ સારી એવી વધી ગઈ છે.
રાજદીપ અને સાગરિકા વિશે વધારે જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...