હાલમાં સેલિબ્રિટીઓમાં હાઇ પ્રોફાઇલ લગ્નમાં ડાન્સ કરીને ફી પેટે કરોડો રૂપિયા લેવાનું ચલણ વધ્યું છે. હાલમાં ખબર પડી છે કે એક હાઇ પ્રોફાઇલ લગ્નમાં એક રાતના ડાન્સ કરવા માટે સાડાત્રણ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા છે.
આ હાઇ પ્રોફાઇલ લગ્ન કોના હશે એ તો હજી સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ આ લગ્ન વર્ષના સૌથી ચર્ચાસ્પદ લગ્ન હશે એ વાત પાક્કી છે. જોકે સલમાન હાલમાં પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે અને પછી ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાનો હોવાના કારણે તેણે હજી આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી.
હાલમાં હાઈ પ્રોફાઇલ લગ્નોમાં સેલિબ્રિટીઓને મોટી રકમ આપીને બોલાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જેના કારણે આ સેલિબ્રિટીઓ આંખ ફાટી જાય એવી મોટી રકમ આપીને લગ્નમાં પર્ફોમન્સ આપે છે.
શું છે બીજાના લગ્નમાં નાચવા માટે સેલિબ્રિટીઝનું રેટ કાર્ડ? જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...