આજે અમૃતા સિંહનો જન્મદિવસ છે. 9ફેબ્રુઆરી, 1958ના દિવસે જન્મેલી અમૃતાએ 1983માં રિલીઝ થયેલી ‘બેતાબ’થી હિન્દી ફિલ્મોમાં પગ મુક્યો હતો અને પછી 1991માં તેનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને ભારે વિવાદ ઉભો કર્યો હતો. લગ્ન પછી અમૃતાએ એક્ટિંગ છોડી દીધી હતી અને 1994માં દીકરી સારા અને 2001માં દીકરા ઇબ્રાહિમને જન્મ આપ્યો હતો. જોકે સૈફ અને અમૃતાએ લગ્નના 13 વર્ષ બાદ 2004માં ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ બાદ અમૃતા અત્યારે પોતાના બે સંતાનો સાથે રહે છે જ્યારે સૈફે એક્ટ્રેસ કરીના કપૂર સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ જવાનું પસંદ કર્યું છે.
હાલ સૈફ અને અમૃતાના બન્ને બાળકો માતા સાથે જ રહે છે અને તેમની ટીનેજર દીકરી સારા તો બિલકુલ યુવાન અમૃતા સિંહની કાર્બન કોપી લાગે છે.
સૈફ અને અમૃતાની દીકરીની આકર્ષક તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...