ટી-શર્ટ એ યુવાનોની પહેલી પસંદ હોય છે. નાના-મોટા સૌને ટી-શર્ટ પહેરવી ગમે છે. પણ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી ટી-શર્ટ કઇ છે? તેની કિંમત કેટલી છે? ખબર નથી તો, ચાલો જાણીએ. એ પહેલાં જરા દિમાગના દરવાજા બંધ કરી દેજો.
જાન્યુઆરી 2012માં બનાવવામાં આવેલી સુપર લેટીવ લક્ઝરીને દુનિયાની સૌથી મોંઘી ટી-શર્ટ નું બહુમાન મળ્યું છે.
લંડનમાં તૈયાર કરવામાં આવેલી આ ટી-શર્ટને ખરીદવા માટે રૂપિયા 2.16 કરોડ કિંમત ચુકવવી પડશે. આ ટી-શર્ટમાં સોલાર અને હવાથી મળતી ઉર્જાને ઉત્સર્જિત કરવાની શક્તિ છે.
આ ટી-શર્ટમાં 16 અત્યંત કિંમતી હિરા લગાવવામાં આવ્યા છે. એમાંથી 8 હિરા 1 કેરેટના છે. અન્ય 8 હિરા અત્યંત દુર્લભ કાળા હિરા છે.