Advertisement
Home >> Brands >> Oops! >> World's Most Expensive Sundae

આ આઇસક્રીમની કિંમત સાંભળીને જ પેટ ભરાઈ જશે!

Divyabhaskar.com | Jul 10, 2012, 12:31PM IST
 
 

ન્યુયોર્કની રેસ્તોરાંએ બનાવ્યો વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ

જ્યારે લક્ઝરી ફૂડની વાત હોય ત્યારે ન્યુયોર્કની રેસ્તોરાં સરેન્ડિપિટી-3 હમેશા રેકોર્ડ બનાવતી આવી છે. ન્યુયોર્કની આ રેસ્તોરાં પોતાના ડિલીશિયસ અને રેકોર્ડતોડ મોંઘા ફૂડ માટે આખી દુનિયામાં જાણીતી છે. આ વખતે આ રેસ્તોરાંએ દુનિયાનો સૌથી મોંઘો આઇસક્રીમ બનાવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આઇસક્રીમને લક્ઝરી લૂક આપવા માટે તેને 23 કેરેટ ગોલ્ડ લીફથી શણગારવામાં આવ્યો છે.

કેટલો સમય લાગ્યો આ આઇસક્રીમ બનાવવામાં:

આ ડિલીશિયસ આઇસક્રીમને રેસ્તોરાં સેરેન્ડિપિટીના શેફે જ બનાવ્યો છે. આ આઇસક્રીમને બનાવવામાં 8 કલાકનો સમય લાગ્યો હતો. આ આઇસક્રીમ પાછલા 8 વર્ષથી આ રેસ્ટોરાંમાં સર્વ કરવામાં આવી રહ્યો છે, પણ તેને ખાસ બનાવવા માટે તેને દુનિયાના સૌથી મોંઘા આઇસક્રીમમાં ફેરવી નાંખવામાં આવ્યો છે.

શું છે તેમાં ખાસ?

વાસ્તવમાં આ આઇસક્રીમને બનાવવામાં ખાસ ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે તેને આટલો ખાસ બનાવી દીધો છે. દુનિયાના સૌથી મોંઘા આ આઇસક્રીમમાં દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ Amedei Porcelana ઉમેરવામાં આવી છે.

કિંમત

56,000 રૂપિયાની કિંમત સાથે આ આઇસક્રીમ દુનિયાનો સૌથી મોંઘો આઇસક્રીમ બની ગયો છે.

કેમ લોકો છે આ રેસ્તોરાંની દીવાના?

સેરેન્ડિપિટી-3 એવી રેસ્તોરાં છે, જે પોતાના ખાસ મેન્યુ માટે આખી દુનિયામાં જાણીતી છે. આ રેસ્તોરાં પોતાના હોટ ડોગ અને ફ્રોઝન ડ્રિંક્સ માટે બહુ જ જાણીતી છે. ફ્રોઝન હોટ ચોકલેટ અહીંનો ખાસ ટ્રેડમાર્ક છે. આ શાનદાર રેસ્તોરાં ખાવા-પીવા સિવાય તેની સુંદરતા માટે પણ જાણીતી છે. આ કારણે કેટલીય ફિલ્મોમાં પણ આ રેસ્તોરાં દર્શાવવામાં આવી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment