Advertisement
Home >> Brands >> Oops! >> Neil Armstrong's Corvette Which He Bought In Speci

ચંદ્ર પર પહેલો પગ મૂકનારા આર્મસ્ટ્રોંગની કાર થઈ રહી છે નીલામ!

Divyabhaskar.com | Jul 21, 2012, 14:57PM IST
 
 


તમે પણ ઓનલાઇન ખરીદી શકો છો આ ઐતિહાસિક કાર


તમે બધા ચંદ્ર પર સૌથી પહેલો પગ મૂકનારા અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ વિશે તો જાણતા જ હશો. આર્મસ્ટ્રોંગ આ દુનિયાનો પહેલો એવો માણસ હતો, જેણે આપણી ધરતીથી આશરે 3,84,399 કિલોમીટર દૂર ચંદ્ર પર 21 જુલાઈ, 1969ના રોજ પોતાનો પગ મૂક્યો. દુનિયાભરમાં તે એક સારા એસ્ટ્રોનોટ તરીકે પણ ઓળખાય છે. ચંદ્ર સુધી સ્પેસ જેટથી સફર કરનારા નીલને અંતરિક્ષની દુનિયા સાથે તો પ્રેમ હતો જ, આ સાથે જ તે કારનો પણ શોખીન રહ્યો છે.


નીલ પાસે શેવરોલેની શાનદાર કાર કોર્વેટે 427 કૂપે છે, જે તેણે 1967માં ખરીદી હતી. હવે નીલની આ શાનદાર કાર નીલામ થવા જઈ રહી છે. આ માટે એક ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ઈબે ડોટ કોમ પર તેને નીલામી માટે મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નીલે આ કારની સફર થોડા દિવસ સુધી કરી હતી, તે પછી નાસામાં કામ કરનારા એક કર્મચારીએ આ કારને ખરીદી લીધી હતી.


તે કર્મચારીએ આ કારને સન 1981 સુધી ચલાવી, આ પછી કારનો ઉપયોગ કરવાનું તેણે બંધ કર્યું. ત્યારબાદ આ કારને ક્લાઇમેટ કન્ટ્રોલ ફર્મમાં રાખવામાં આવી હતી, જેથી કાર બગડે નહીં. તાજેતરમાં એક વ્યક્તિએ આ કાર ખરીદી છે અને એકવાર ફરીથી આ કાર બીજા માલિકની શોધમાં છે. આ કાર ઈબે ડોટ કોમ પર નીલામી માટે મૂકવામાં આવી છે.


અત્યારે આ કારની બોલીની શરૂઆત 249,990 ડોલરથી કરવામાં આવી છે. જો તમે પણ આ કાર ખરીદવામાં રસ ધરાવતા હો તો ઈબે વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. આ કારમાં 7.0 લીટરની ક્ષમતા ધરાવતા એલ 72 બિગ બ્લોક વી-8 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય અત્યંત શાનદાર એવી આ કારમાં બે દરવાજા છે. આ ઐતિહાસિક કારને હવે નવા માલિકની શોધ છે.


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment