તેનું નામ પડતાં જ આંખો સામે સુંદરતા છવાઇ જાય છે. તેની આંખો કોઇને પણ ઘાયલ કરવા માટે કાફી છે એ પછી દબંગ હોય કે ડી ગેંગનો ડોન. તેની સામે જોઇ કોઇની નજર હટવાનું નામ લેતી નથી. તેના લગ્ન હોય કે દિકરીનો જન્મ, આખો દેશ તેની ઉજવણી કરે છે. તેની ગણના દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાં થાય છે.
હા, તેનું નામ એશ છે, ઐશ્વર્યા રાય બચ્ચન. બોલીવુડ જ નહીં પણ હોલીવુડમાં પણ તેની સુંદરતાના ગુણગાન ગવાય છે. તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી ગણવામાં આવે છે. તેને સફળતાથી બધા જ અંજાયેલા છે. 1994માં તેનો સિતારો બુલંદી પર આવી ગયો હતો જે આજ સુધી ચમકી રહ્યો છે.