બોલીવુડની દુનિયામાં ડીઝાઇનરનું બહુ મહત્વ હોય છે. એમાં પણ તમે જાણીતા થઇ ગયા તો વાત જ શું કરવી? મહીપ કપુરનું પણ એવું જ છે. આજે તેનું નામ બહુ મોટું થઇ ગયુ છે. દરેક સ્ટાર સાથે તેણે કામ કરેલું છે. છતાં પણ તેને એક વસવસો છે.
બોલીવુડના દરેક સ્ટાર તેની જ્વેલરી પહેરી ચમકેલા છે છતાં તે રેખાથી નારાજ છે. કારણ એટલું જ છે કે તેની જ્વેલરી એક્પણ વખત રેખાએ પહેરી નથી. તે રેખાને સુંદરતાની મુર્તિ ગણે છે. તે કહે છે કે જો રેખાજી મારી જ્વેલરી પહેરી લે તો મારું જીવન સુધરી જાય. રેખાએ તેની જ્વેલરી હ્જુ પહેરી ન હોવાથી તે ભારે અપસેટ છે.
મહીપને ક્લાસિક જ્વેલરી બહુ ગમે છે. તે સ્ત્રીની સુંદરતા વધારતી હોવી જોઇએ, નહીં કે તેની પર હાવી થઇ જાય.
તસવીરોમાં જુઓ મહીપ અને રેખાને...